મુંબઇ, આઇપીએલ ૨૦૨૪ પહેલા ગુજરાત ટાઇટન્સના મજબૂત ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી છે. ખેલાડીએ પોતાના અચાનક નિર્ણયથી બધાને ચોંકાવી દીધા હતા. આનાથી ખેલાડીના કરોડો ચાહકોને મોટો ફટકો પડયો છે. આ બેટસમેન આઇપીએલ પહેલા તેની નિવૃત્તિની જાહેરાત કરશે તેવી કોઈને અપેક્ષા નહોતી. ખેલાડીએ માત્ર ૩૬ વર્ષની વયે નિવૃત્તિની જાહેરાત શા માટે કરી તે હજુ સ્પષ્ટ નથી. પરંતુ આ નિર્ણય ચોંકાવનારો છે. જોકે, ખેલાડીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે તે આઇપીએલ રમવાનું ચાલુ રાખશે.
આઇપીએલ ૨૦૨૪ પહેલા ગુજરાત ટાઇટન્સ તરફથી રમતા ઓસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડી મેથ્યુ વેડ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી ડોમેસ્ટિક ટુર્નામેન્ટ શેફિલ્ડ શિલ્ડની ફાઈનલ મેચ બાદ આ ખેલાડી નિવૃત્ત થઈ જશે. આ ખેલાડીએ હાલમાં જ જાહેરાત કરી હતી કે તેને તેની સ્થાનિક ટીમ માટે શેફિલ્ડ શિલ્ડ ટૂર્નામેન્ટ રમવાની છે, જેના કારણે તે આઇપીએલની શરૂઆતની કેટલીક મેચોમાં રમી શકશે નહીં. હવે આ ખેલાડીએ ફાઈનલ બાદ ફર્સ્ટ ક્લાસમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.
પર્થમાં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સામેની ફાઈનલ મેચ આ ખેલાડી માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં છેલ્લી મેચ બનવા જઈ રહી છે. મેથ્યુ વેડ વિક્ટોરિયા તરફથી રમતા કુલ ૪ ટાઈટલ જીત્યા છે. તેમાંથી વેડ પોતે બે વખત કેપ્ટન હતા. નિવૃત્તિ લેતી વખતે, વેડે એ તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે જેમણે તેમને મુશ્કેલ સમયમાં સાથ આપ્યો હતો. તેણે કહ્યું કે હું મારા પરિવાર, મારી પત્ની જુલિયા અને બાળકો વિન્ટરનો તેમના યોગદાન માટે આભાર માનું છું. મને ઓસ્ટ્રેલિયા માટે રમવાની ખૂબ મજા આવી છે.
મેથ્યુ વેડે પણ તેના ચાહકોને સારા સમાચાર આપ્યા છે. તેમણે કહ્યું કે હું સફેદ બોલની ક્રિકેટ રમવાનું ચાલુ રાખીશ. આનાથી સ્પષ્ટ છે કે ખેલાડી ભલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા જઈ રહ્યા હોય, પરંતુ તે ઓસ્ટ્રેલિયા માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ રમવાનું ચાલુ રાખશે. આ સિવાય તે ટી૨૦ વર્લ્ડ કપમાં પણ ટીમનો ભાગ બની શકે છે.