પડધરી પંથકમાં દરોડા, ૧૩ લાખથી વધુની કિંમતનો દારુ ઝડપાયો

રાજકોટ, રાજ્યમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા રહે છે. ત્યારે રાજકોટમાં ફરી એક વાર દારુનો જથ્થો ઝડપાયો છે. રાજકોટના પડધરીના ખજૂરડી ગામે એસએમસીના દરોડા પાડ્યા છે. ખજૂરડી ગામમાં બુટલેગરે ફાર્મ હાઉસમાં ડબ્બામાં દારૂ છુપાવ્યો છે. વોન્ટેડ ચંપક ઉર્ફે ડીંગો વેકરિયાના ફાર્મ હાઉસમાં દરોડો પાડ્યા છે. અલગ અલગ ડબ્બા તેમજ છુપાવેલી દારૂની બોટલો મળી આવી હતી. તેમજ ૧૩ લાખ રૂપિયાની ૫૦૯૮ દારૂની બોટલ જપ્ત કરવામાં આવી છે.

આ અગાઉ અમદાવાદમાં દારુનો જથ્થો ઝડપાયો હતો. અમદાવાદમાં વોશિંગ મશીનની આડમાં દારૂની હેરાફેરીનો ખુલાસો થયો હતો.પીસીબીએ લાખોનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ૧૦૨ વોશિંગ મશીનમાં ૭૫૦૦ દારૂની બોટલો છુપાવી હતી. ટ્રક, દારૂ સહિત ૫૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દારૂની હેરાફેરી કરતા બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.