સુરત,
સુરત જિલ્લામાં એક શિક્ષકની હેવાનિયત સામે આવી છે. શાળામાં અભ્યાસ અર્થે આવતી એક સગીર વિદ્યાર્થીનીને લગ્નની લાલચ આપીને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું અને વતન જઈ રહેલી સગીરાનો અપહરણ કરવાનું પણ પ્રયાસ કર્યો હતો. જોકે સગીરાના માતાપિતાને સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસને જાણ કરતા પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી લીધી છે. આમ તો શિક્ષક ને સામાજિક જગતમાં ઉચ્ચ હોદ્દા આપવામાં આવ્યો છે. પંરતુ શિક્ષણ જગત ને કેટલા તત્વો બદનામ કરી રહ્યા છે. કીમ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બનેલી ઘટનાએ શિક્ષણ જગત ને લાલછનરૂપ ઘટના સામે આવી છે. દ્રશ્ય માં દેખાતા આ નરાધમ ને જોઈ લો આ એજ શિક્ષક છે ને જેણે શિક્ષણ જગતનું માથું ઝુકાવી દીધું છે.
સુરત જિલ્લાના કીમ ગામ નજીક આવેલા એક ગામની સગીરા નજીકના ગામે શાળામાં અભ્યાસ કરતી હતી. ત્યાં શિક્ષક તરીકે નોકરી કરતા અજીત ઓમ પ્રકાશ ગુપ્તાએ સગીરાને લગ્નની લાલચ આપીને તેની સાથે સબંધ કેળવ્યા હતા અને થોડા સમય બાદ સગીરાને નજીકના એક ફાર્મ હાઉસમાં લઇ જઈ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.
જોકે થોડા સમય બાદ સગીરા પરિવાર સાથે ઉજ્જૈન ફરવા માટે ગઈ હતી અને ત્યાંથી પરત ફરતા ઇન્દોર રેલ્વે સ્ટેશન પરથી લંપટ શિક્ષકે સગીરાને અપહરણ કર્યું હતું અને સગીરાના પિતાને સગીરા મારી સાથે છે એને શોધવી નહી ફોનમાં જણાવ્યું હતું. જોકે કોઈક કારણસર લંપટ શિક્ષક સગીરાને બીજા દિવસે કીમ સગીરાના ઘરે મૂકી ગયો હતો. જોકે સાગર ઘટનાની જાન સગીરાના પિતા દ્વારા કીમ પોલીસને કરવામાં આવતા કીમ પોલીસ વારા લંપટ શિક્ષકની ધરપકડ કરી લેવામાં આવી છે.
લંપટ શિક્ષકની વાત કરીએ અજીત ગુપ્તાની થોડા સમય પહેલા જ અન્ય યુવતી સાથે સગપણ થયું હોવાની માહિતી વિશ્ર્વસ્ત સૂત્રો પાસેથી માહિતી મળી છે. જોકે શિક્ષકની આ કાલી કરતૂત અને મેલી મુરાદને કારણે તેનું સગપણ તૂટ્યું હોવાની માહિતી છે. જોકે હાલ કીમ પોલીસે શિક્ષક સામે ચિલ્ડ્રન સેક્સુઅલ ઓફેન્સ ૨૦૧૨ એક્ટ મુજબ તેમજ અપહરણનો ગુનો નોંધી લંપટ શિક્ષક ને જેલ સળિયા પાછળ ધકેલી દીધો હતો.