પવિત્ર રમજાન માસ નિમિત્તે જો બાયડેન, એન્ટોરિયો ગુટેરેસ તુર્કીના પ્રમુખ સહિત અનેક નેતાઓએ શુભેચ્છા પાઠવી

વોશિગ્ટન, પવિત્ર રમજાન માસનો પ્રારંભ થઇ રહ્યો છે. મુસ્લીમોના આ પવિત્રમાસ નિમિત્તે અમેરિકાના પ્રમુખ જો બાયડેન યુનોના મહામંત્રી એન્ટોરિયો ગુટેરેસ તુર્કીનાપ્રમુખ રેસેસ તૈય્યબ એર્દોગોન સહિત અનેક વૈશ્ર્વિક નેતાઓએ શુભેચ્છા પાઠવી છે. પરંતુ ચીનના પ્રમુખ શી જીનપિંગે તેમ કર્યું નથી. ઉલટાનું રમજાનમાં મુસ્લીમોનું ચીનીકરણ કરવું શરૂ કરી દીધું છે.

પ્રાપ્ય માહિતી પ્રમાણે ચીનના પશ્ચિમોત્તર પ્રાંત ઝિંયઝિયાંગ (સિક્ધ્યાંગ=પૂર્વ તાર્તારી)માં ઉઇગર મુસ્લીમો અને તૂર્ક મુસ્લીમો, ચીનના જ વતનીઓ હોવા છતાં તેમની પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવે છે. ચીનની સામ્યવાદી સરકાર મુસ્લીમો પ્રત્યે કઠોર વલણ ધરાવે છે. તેમાં એ છેલ્લાં દસેક વર્ષથી તો ઉઇગર મુસ્લીમો પર સતત દમનકારી કાર્યવાહી થઇ રહી છે. ચીન હંમેશાં તેમની ઉપર ધામક કટ્ટરવાદ, અલગતાવાદના આક્ષેપો કરી રહ્યું છે. ચીનની સરકાર ઉઇગરોનાં ચીનીકરણ ઉપર ભાર આપ્યા જ કરે છે.

રેડીયો ફ્રી એશિયાનો રીપોર્ટ જણાવે છે કે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના મંત્રી મા ઝિંગરૂઇએ એક સપ્તાહ પહેલાં જ ચીનમાં વસતા મુસ્લીમોનું ચીની કરણ કરવા પર ભાર મુક્યો છે. ૭મી માર્ચે બૈરિંગમાં નેશનલ પીપલ્સ કોંગ્રસમાં જ કહેવામાં આવ્યું હતું કે શિનજિયાંગમાં ઇસ્લામનું ચીનીકરણ કરવાની જરૂર છે.

૨૦૧૭ પછી આ ઉઇગરો ઉપર બૈજિંગ સરકારના જૂલ્મો વધી રહ્યા છે, અને ધામક કટ્ટરવાદને ખત્મ કરવાનો દાવો પણ થઇ રહ્યો છે. ઉગ્યુરોમાં કેટલાયે ધામક અનુષ્ટાનો પ્રતિબંધિત કરાયાં છે. મોટી સંખ્યામાં ધરપકડો પણ થઇ રહી છે. સરકારી અધિકારીઓ મસ્જિદો પણ વસ્ત કરી રહ્યા છે. ૨૦૨૩માં ચીની અધિકારીઓએ તે પ્રદેશના ઘણા વિસ્તારોમાં ઉઇગરોને મસ્જિદ કે ઘરમાં પણ નમાઝ પઢવા પર પ્રતિબંધ મૂક્યો હતો.