રાતોરાત બધું બદલાઇ જશે એવું આપણે માનીએ તો તે સંભવ નથી, માનુષી

મુંબઇ, ફિલ્મ પૃથ્વીરાજથી બોલિવૂડ ડેબ્યૂ કરનાર માનુષી ધીમી પણ મક્કમ ગતિએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન જમાવી રહ્યાં છે. પૃથ્વીરાજ ફિલ્મ કર્યા બાદ તેમણે કેટલીક બોલિવૂડ ફિલ્મો કરી હતી. જ્યારે હવે તેઓએ તાજેતરમાં જ તેલુગુ-હિન્દી ફિલ્મ ઓપરેશન વેલેન્ટાઇન ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

આ ફિલ્મ બોક્સઓફિસ રેકોર્ડ તો બ્રેક ન કરી શકી પરંતુ તેમની નોંધ અન્ય ફિલ્મમેર્ક્સ અને દર્શકોએ લીધી છે. હજી પણ તેમની પાસે ઘણા ફિલ્મી પ્રોજેક્ટ છે જેનાથી તેઓ ટોપ ટેન એક્ટ્રેસમાં સ્થાન જમાવી શકે છે. તેમની આવનારી ફિલ્મ અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફની બડે મિયાં છોટે મિયાં છે જેમાં તેમણે પણ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

મિસ વર્લ્ડ બનેલા માનુષી છિલ્લરને કોઈ ઓળખાણની જરૂર નથી. સમગ્ર દુનિયા તેમને ઓળખે છે, જ્યારે હવે તેઓ ઈન્ડસ્ટ્રીમાં પણ અભિનયના ઓજસ પાથરીને નામના મેળવવા સતત પ્રયત્નશીલ રહે છે. માનુષી છિલ્લર એમબીબીએસના સ્ટુડન્ટ પણ રહી ચૂક્યાં છે. અલબત્ત, તેમણે અલગઅલગ ક્ષેત્રોમાં પોતાની મહારત હાંસલ કરી છે.મિસ વર્લ્ડ બન્યા બાદ મારા માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવું અઘરું નહોતું. મારી પાસે અઢળક ફિલ્મમેર્ક્સના મેસેજ, કૉલ આવતા હતા, પરંતુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યા બાદ મારો અસલી સંઘર્ષ ચાલુ થયો એમ ચોક્કસપણે કહી શકાય. તે સમયે મને ક્યારેય પૂછવામાં આવતું નહોતું કે તમને ફિલ્મો કેવી રીતે મળી? જો મને તે સમયે પૂછ્યું હોત તો હું ગર્વભેર જણાવત કે તે માટે ખરેખરમાં ખૂબ જ મહેનત કરવી પડતી હોય છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મારા ફેમિલી કે મિત્રવર્તુળમાં કોઇ દૂરદૂર સુધી હતું જ નહીં. તેથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મારે કરિયર તરીકે લેવું એક જુગારસમાન જ હતું. હા, હું એ સ્વીકારું છું કે મને એક્ટિંગ આવડતી નહોતી પરંતુ જ્યારે મને પહેલી ફિલ્મ મળી ત્યારે મે ૮થી ૯ મહિના એક્ટિંગ શીખી અને મને લાગ્યું કે હા, હવે હું એક્ટિંગ કરી શકું છું અને ત્યારબાદ મેં ફિલ્મ માટે કમર ક્સી લીધી હતી. એક્ટિંગ શીખ્યા બાદ મને કોઈ પણ પ્રકારના આઉટસાઇડર તરીકેનો ડર રહ્યો ન હતો.

હા ખરેખર, હવે બદલાવ આવી જ રહ્યો છે બલકે બદલાવ છે જ તે સ્પષ્ટપણે અનુભવાઈ રહ્યું છે. અલબત્ત, નજીકના ભવિષ્યમાં સંપૂર્ણ બદલાવ શક્ય છે. મને તો સંભાવનાઓ પણ જણાઈ રહી છે, પરંતુ તે પણ માનવું રહ્યું કે જો રાતોરાત બધું બદલાઇ જશે તો તે સંભવ નથી જ, કારણ કે આપણે પોતે પણ તે વિશે કોશિશ કરવાની હોય છે. જો આપણે આપણી જાતને સશક્ત માનવા લાગીશું તો દુનિયા આપણને કમજોર નહીં સમજે. તમારે હંમેશાં તમારી જાતને સશક્ત બનાવવાની છે, સમજવાની છે.

મારા માટે પ્રેમ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. આમ જોવા જઇએ તો પ્રેમની પરિભાષા સૌ કોઇ માટે અલગઅલગ હોય છે. મારા માટે પ્રેમ એ છે, જ્યારે આપણે આપણા પરિવાર માટે સમય ફાળવીએ છીએ. મારા માટે પ્રેમ એ છે, જ્યારે આપણે આપણા કોઈ અંગતના ચહેરા પર સ્મિત જોઇએ છીએ. હું હંમેશાં મારા ચાહનારા લોકો સાથે પ્રેમની ઉજવણી કરું છું, પરંતું જો સ્ક્રીન પરના પ્રેમની વાત છે તો હું સ્ક્રીન પરનો સૌથી વધુ પ્રેમ શાહરુખ ખાનને કરું છું.