સીંગતેલ અને કપાસિયા તેલના પ્રતિ ડબ્બાએ ભાવ વધારો ઝિંકાયો

રાજકોટ, રાજકોટમાં બારમાસી સીંગતેલની સીઝન પૂર્ણ થતા ભાવ વધારો થયો છે. જેમાં સીંગતેલના ભાવમાં ડબ્બે રૂ. ૫૦નો વધારો કરવામાં આવ્યો છે. તેથી સીંગતેલ તેલના ડબ્બાનો ભાવ રૂ.૨૭૨૦એ પહોંચ્યો છે. તથા કપાસિયા તેલમાં ડબ્બે ૬૦ રૂપિયાનો વધારો છે.

કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂ.૧૫૯૦એ પહોંચ્યો છે. સીંગતેલમાં ડબ્બે ૫૦ રૂપિયા વયા છે તથા કપાસિયા તેલમાં ડબ્બે ૬૦ રૂપિયાનો વધારો થયો છે. સીંગતેલ નવા ટીનનો ડબ્બો ૨૬૭૦ માં ૫૦ રૂપિયા વધીને ૨૭૨૦ રૂપિયા થયા છે. તેમજ કપાસિયા તેલનો ડબ્બો ૧૫૩૦ હતો જેમાં ૬૦ રૂપિયા વધીને ૧૫૯૦ થયા છે. સીંગતેલમાં ધીમી ગતિએ ભાવ વધારો યથાવત રહેવાના એંધાણ છે. તેમજ ખાદ્યતેલના ભાવ વધારાને અંકુશમાં રાખવામાં પુરવઠા વિભાગ નિષ્ફળ રહ્યું છે.

લોક્સભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે લોકોને રાહત આપતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૨ રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો છે. ઘટેલા ભાવ દેશભરમાં લાગૂ થઈ ગયા છે. તો વળી કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વિટ કરીને લખ્યું છે કે, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૨ રૂપિયાના ઘટાડો કરીને પ્રધાનમંત્રી મોદીએ ફરી એક વાર સાબિત કરી દીધું છે કે, કરોડો ભારતીયોને પોતાના પરિવારના હિત અને સુવિધા સદૈવ તેમનો લક્ષ્ય છે.