મસ્જિદમાં ઘૂસી ધાર્મિક ગ્રંથોનું અપમાન કર્યું શાહજહાંપુરમાં ટોળાએ સૂત્રોચ્ચાર કરી ભાજપના પોસ્ટરો સળગાવ્યા, પોલીસે લાઠીચાર્જ કર્યો


શાહજહાંપુર,
શાહજહાંપુરમાં ગઇકાલે સાંજે મસ્જિદમાં ઘુસીને અસામાજિક તત્વોએ ધામક ગ્રંથનું અપમાન કર્યું. સૂચના મળતા જ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા. પોલીસે તાત્કાલિક અજાણ્યા વિરૂદ્ધ ફરિયાદ નોંધી ૨૪ કલાકમાં આરોપીને પકડવાની ખાતરી આપી હતી. રોષે ભરાયેલા લોકોએ તાત્કાલિક ધરપકડની માગ કરતા રોડ પર ભાજપના પોસ્ટર સળગાવ્યા હતા. સાથે જ પોલીસ અને વહીવટી તંત્ર વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા. વાતાવરણ ગંભીર બનતા પોલીસને લાઠીચાર્જનો સહારો લેવો પડ્યો. ઘટના સ્થળે મોટા પ્રમાણમાં સુરક્ષાબળો તહેનાત કરવામાં આવ્યા. ઘટનાનો સીસીટી ફૂટેજ સામે આવ્યો છે. તેમાં એક શંકાસ્પદ દેખાઈ રહ્યો છે. જેના આધારે પોલીસે શંકાસ્પદની તપાસ હાથ ધરી છે. કેસના ફરિયાદી હાફિઝ હસીબે કહ્યું, ઘટના બાદ વિસ્તારમાં તણાવ છે. આવું હોવા છતાં, સવારની નમાઝ અદા કરવામાં આવી હતી. પરંતુ, નમાઝ અદા કરવા જેટલા લોકો આવે છે તેટલી સંખ્યામાં આવ્યા ન હતા. શાહજહાંપુરમાં આ પ્રકારની આ પહેલી ઘટના છે. પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરવી જોઈએ. ઘટનાસ્થળે તણાવને જોતા મોટી સંખ્યામાં પોલીસ દળોને સ્થળ પર તહેનાત કરવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે શાહજહાંપુર શહેરના ચોક કોતવાલી વિસ્તારના મોહલ્લા બાવુઝાઈમાં સૈયદ શાહ ફખરે આલમ મિયાં મસ્જિદ છે. બુધવારે સાંજે બે યુવકોએ મસ્જિદમાં ઘુસી ત્યાં રહેલા ધામક ગ્રંથોને સળગાવી દીધા હતા. જ્યારે ઈમામ હાફિઝ નદીમ અને અન્ય લોકો મગરીબની નમાજ માટે પહોંચ્યા ત્યારે તેઓએ ધામક ગ્રંથના બળેલા પાના જોઈને મસ્જિદના ઈમામને જાણ કરી. ૮ વાગ્યાની આસપાસ આ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ પછી કેટલાક યુવાનોએ ભાજપના હોલ્ડિંગ્સ ફાડીને આગ લગાવી દીધી હતી.

આગની માહિતી મળતાં જ એસપી, એસપી સિટી, એસપી ગ્રામ્ય સહિત ભારે પોલીસ દળ પણ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. પોલીસે લોકોને સમજાવવાનો પૂરો પ્રયાસ કર્યો, પરંતુ ભીડે સાંભળ્યું નહીં અને બીજેપીના પોસ્ટર સળગાવવા લાગ્યા. આ પછી પોલીસે સ્થળ પર લાઠીચાર્જ કર્યો હતો. જે બાદ નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. જો કે રાત્રે ૯ વાગ્યા સુધીમાં પોલીસે પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. હાલ પોલીસે ૨૪ કલાકમાં આરોપીઓની ધરપકડ કરવાની ખાતરી આપી છે. ડીએમ ઉમેશ પ્રતાપ સિંહે પણ મસ્જિદનું નિરીક્ષણ કર્યું હતું.

એસપી એસ આનંદે કહ્યું, અજાણ્યા વિરુદ્ધ રિપોર્ટ નોંધવામાં આવ્યો છે અને તેની શોધ શરૂ કરવામાં આવી છે. ભીડને સમજાવવામાં આવી છે. નજીકના સીસીટીવી કેમેરા જોવામાં આવી રહ્યા છે. ટૂંક સમયમાં જ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. હોબાળો જોતા જ મોટી સંખ્યામાં પોલીસ બળો તહેનાત કરવામાં આવ્યા છે. કેટલાક લોકોને મસ્જિદમાં પોસ્ટ કરવામાં આવ્યા છે. કેટલાક સૈનિકોને વિસ્તારના મુખ્ય માર્ગ પર તહેનાત કરવામાં આવ્યા છે. કેટલાક કોન્સ્ટેબલને વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ તહેનાત કરવામાં આવ્યા છે. આવતા-જતા લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.