લીમખેડા દુધીયા સીમેન્ટ ક્રોંકીટ ટેન્કરમાં આગ લાગતા અફરાતફરી ફાયર ફાયટરોએ આગ ઉપર કાબુ મેળવ્યો

દાહોદ,દાહોદ જીલ્લાના લીમખેડાના દુધીયામાં સીંમેન્ટ કોક્રીટના ટેન્કરમાં આકસ્મિક આગ લાગતા અફરાતફરીનો માહૌલ સર્જાઈ જવા પામ્યો હતો. ઘટનાની જાણ સ્થાનીક ફાયર ફાઈટરના લાશ્કરોને કરવામાં આવતાં ફાયર ફાઈટરના લાશ્કરોને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળળ્યો હતો.

લીમખેડા ગામે દુધીયા ગામે હાઈવે રોડ પર ગતરોજ કોક્રીટ સિમેન્ટ ભરેલા ટેન્કરના પાછળના ભાગે આકસ્મિક આગ લાગી હતી. પ્રથમ આગ ગાડીના ટાયરમાં લાગતા આગ ધીરે ધીરે પ્રસરી જતા ગાડીનો પાછળનો ભાગ આગની લપેટમાં આવી ગયો હતો. ગાડીમાં આગ લાગતાની સાથે ચાલકે ગાડીને રોડની સાઈડમાં ઉભી કરી હતી અને ઘટનાની જતા આજુબાજુના લોકોને થતાં સ્થાનીક લોકો દોડી આવ્યા હતા ત્યારે ઘટનાની જાણ દેવગઢ બારીઆ ફાયર ફાઈટરને કરતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયરની ટીમે આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાના કારણે ગાડીનો પાછળનો ભાગ બળીને ખાખ થઈ ગયો હતો. જ્યારે ગાડીમાં આગ લાગવાનુ કારણ જાણી શકાયું ન હતું. સદ્દ્નસીબેન આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.