દાહોદ, દાહોદ જીલ્લાની ગરબાડા પોલીસે ચંદલા ગામે પાસીયા રસ્તે એમ.પી. તરફથી આવતા રોડ પરથી વોચ દરમ્યાન મહિન્દ્રા મેક્સ ગાડીના ચાલક મહિન્દ્રા મેકલ ગાડી મૂકી નાસી જતાં તે ગાડી પકડી પાડી ગાડીમાંથી રૂપિયા 61 હજાર ઉપરાંતની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડી રૂપિયા એક લાખની કિંમતની ગાડી મળી રૂપિયા 1,61,920/-ના મુદ્દામાલ કબજે લીધાનું જાણવા મળ્યું છે.
મધ્યપ્રદેશથી વિદેશી દારૂ ભરી જીજે-20-એ-6105 નંબરની મહિન્દ્રા મેક્સ ગાડી ગરબાડા તરફ આવતી હોવાની ગુપ્ત બાતમી પોતાને મળતાં ગરબાડા પી.એસ.આઈ. જે.એલ.પટેલ પોતાના સ્ટાફના માણસો સાથે ગતરોજ સવારના સાડા આઠ વાગ્યાના સુમારે ગરબાડાના ચંદલા ગામે પાસીયા રસ્તે એમ.પી.તરફથી આવતાં રોડ પર જરૂરી વોચ ગોઠવી પોતાના શિકારની રાહ જોઈ રહ્યા હતા. તે દરમ્યાન બાતમીમાં દર્શાવેલ મહેન્દ્રા મેક્સ ગાડી દુરથી આવતી નજરે પડતાં પોલીસ સાબદી બની હતી. તે વખતે મહિન્દ્રા મેક્સ ગાડીના ચાલકે પોલીસની વોચ જોઈ લેતાં તેને થોડે દુરથી જ પોતાની ગાડી મૂકી પોતે જંગલના ઝાડી ઝાંકરામાં થઈ નાસી ગયો હતો. જે ગાડી પોલીસે પકડી ગાડીની તલાસી લઈ ગાડીમાંથી રૂપિયા 61,920ની કુલ કિંમતના ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂ-બીયરની પેટીઓ નંગ-14માંની બોટલ નંગ-456 ઝડપી પાડી સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા એક લાખની કિંમતની મહિન્દ્રા મેક્સ ગાડી મળી રૂા.1,61,920નો મુદ્દામાલ કબજે લઈ પોલીસે નાસી ગયેલા તે ગાડીના ચાલક વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.