દે.બારીયાના બામરોલી યુવાને પ્રેમીકાને બદનામ કરવા અંગત પળોના ફોટા વાયરલ કરવાની ધમકી આપતાં યુવતિ એસડી પી આપધાતનો પ્રયાસ કર્યો

દાહોદ,દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆના બામરોલી ગામના યુવાને પોતાની પ્રેમીકાએ પ્રેમ સંબંધ રાખવાની ના પાડી દેતાં પોતાની પ્રેમીકાને બદનામ કરવાના ઈરાદાથી તે યુવાને પ્રેમ સંબંધ દરમ્યાન પાડેલ અંગત પળોના ફોટા તેની ઈન્સ્ટાગ્રામની આઈડી પરથી વાયરલ કરવાની તેમજ પ્રેમ સંબંધ રાખવા માટે ધમકી આપી ફોટા વાયરલ કરી દેતા તે છોકરીએ સમાજમાં આબરૂ જવાની બીકે એસીડ ગટગટાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાનું જાણવા મળ્યું છે.

દેવગઢ બારીઆ તાલુકાના બામરોલી ગામે પુજારા ફળિયામાં રહેતા સુરપાળભાઈ મંગાસિંહ બારીયા નામના યુવાનને 18 વર્ષની એક છોકરી સાથે અગાઉ પ્રેમ સંબંધ હતો. પરંતુ કોઈ કારણોસર તે છોકરીએ સુરપાળભાઈ બારીયા સાથે પ્રેમ સંબંધ રાખવાની ના પાડી દેતાં સુરપાળભાઈ વિફર્યો હતો અને પોતાની પ્રેમીકાને બદનામ કરવાના ઈરદાથી પ્રેમ સંબંધ દરમ્યાન પાડેલ તેની અંગત પળોના પોતાના મોબાઈલમાં પાડેલ ફોટા તેની ઈન્સ્ટ્રાગ્રામની આઈ ડી પરથી વાયરલ કરવાની ધમકી આપી તથા પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવા દબાણ કરવા છતાં તે છોકરીએ કોઈ દાદ ન આપતાં સુરપાળ બારીયાએ તેની ઈન્સ્ટ્રાગ્રામની આઈ ડી પરથી પ્રેમ સંબંધ દરમ્યાન પાડેલા પોતાની અંગત પળોના ફોટા વાયરલ કરી દેતા તે છોકરીએ સમાજના આબરૂ જવાની બીકથી પોતે પોતાના ઘરે એસીડ પી જઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

આ સંબંધે નોંધાવેલ ફરિયાદને આધારે સાગટાળા પોલીસે બામરોલી ગામના પુજારા ફળિયાના સુરપાળભાઈ મંગસિંહ બારીયા વિરૂધ્ધ ઈપિકો કલમ 354(ડી), 292, 503 તથા આઈ.ટી.એક્ટની કલમ 67 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.