નવીદિલ્હી,
ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઇ ગઇ છે ત્યારે આલોક શર્માએ કોંગ્રેસ સામે ઉઠી રહેલા સવાલનો આખરે જવાબ આપી દીધો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા આલોક શર્માએ સ્પષ્ટ કહી દીધું કે, કોંગ્રેસ ચૂંટણીને લઈને તૈયાર છે. જ્યારે પૂછવામાં આવ્યું કે શું આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસ ગઠબંધન કરશે ? જેના જવાબમાં આલોક શર્માએ સ્પષ્ટતા કરી દીધી કે, આમ આદમી પાર્ટીને અમે એકેય રાજ્યમાં સપોર્ટ નહી કરીએ કેમ કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે, આરએસએસની જ
ઉલ્લેખનીય છે કે અગાઉ રાજકીય ગલિયારોમાં અંદાજો લગાવાઈ રહ્યો હતો કે ભાજપને સત્તાથી દૂર રાખવા માટે કોંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે હાથ મિલાવી શકે છે. જો કે આલોક શર્માએ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવાને લઈ પોતાની મંછા જાહેર કરી દીધી છે અને સ્પષ્ટ કરી દીધું છે કે કોંગ્રેસ ક્યારેય આરએસએસના પ્રોડક્ટનો સાથ ના આપી શકે. ત્યારે આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસનો ત્રિપાંખીયો જંગ કેવો રસપ્રદ રહેશે તે જોવાનું રહ્યું.