ભીલ સેવા મંડળ દાહોદ અને દાહોદ જીલ્લા અનુસૂચિત જાતિ સમાજ કેળવણી મંડળ તથા ડો. આંબેડકર સાર્વજનિક યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

દાહોદ, સંદેશ ખાલી (પશ્ચિમ બંગાળ)માં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની મહિલાઓ પર થઈ રહેલ અત્યાચારના વિરોધમાં મહામહીમ રાષ્ટ્રપતિ ને આવેદનપત્ર આપવા માટે તારીખ 14 માર્ચ 2024ને ગુરૂવારે સાંજે ચાર કલાકે દાહોદ જીલ્લા કલેક્ટર કચેરી ખાતે નિવાસી કલેકટર પાંડોરને ભીલ સેવા મંડળ દાહોદ, ડો. આંબેડકર સાર્વજનિક યુવક મંડળ તેમજ દાહોદ જીલ્લા અનુસૂચિત જાતિ સમાજ કેળવણી મંડળ દ્વારા વિશ્ર્વ હિન્દુ પરિષદ ના કેન્દ્રીય ટ્રસ્ટી બોર્ડના સભ્ય અને દક્ષિણ ગુજરાત પ્રાંતના ઉપાધ્યક્ષ ડો. ગીરીશભાઈ નળવાયા ,ભીલ સેવા મંડળ દાહોદના મંત્રી મુકેશભાઈ પરમાર, દાહોદ જીલ્લા અનુસૂચિત જાતિ સમાજ કેળવણી મંડળના પ્રમુખ ગોપાલભાઈ ધાનકાના નેજા હેઠળ આવેદનપત્ર આપવામાં આવ્યું. જેમાં વિશ્ર્વ હિન્દુ પરિષદ દાહોદ જીલ્લાના ઉપાધ્યક્ષ રાવજીભાઈ માવી, મંત્રી યોગેશ શર્મા, સહમંત્રી કિરણસિંહ ચાવડા, બજરંગ દળ જીલ્લા સંયોજક દીપેશ ભુરીયા તેમજ અનુસૂચિત જાતિ અને જનજાતિ સમાજના કર્મશીલો, દાહોદ જીલ્લા બાર એસોશિન્સના વકીલો, વિશ્ર્વ હિન્દુ પરિષદના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓની હાજરીમાં ત્રણ આવેદનપત્રો આપવામાં આવ્યા.

આ ઘટનાની ન્યાયિક તપાસ થાય અને દોષિતોને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.