સંતરામપુર, સંતરામપુર વિધાનસભા મત વિસ્તારના સીમલીયા ગામે સમીદેશ ફળીયા પ્રાથમિક શાળાને જોડતા અંદાજીત રૂા.280 લાખના ખર્ચે નવનિર્મીત થનાર 2.5 કિ.મી. રસ્તાનું કેબીનેટ આદિજાતિ વિકાસ પ્રાથમિક, માધ્યમિક અને પૌઢ શિક્ષણ મંત્રી પ્રો.કુબેરભાઇ ડીંડોરના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યું. આ ખાતમુર્હુત પ્રસંગે દાહોદના પ્રાયોજના વહીવટદાર કલેકટર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા મંડળના પ્રમુખ, સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા.