ગોધરા બી.વી.ગાંધી સર્કલ સુધી રસ્તા બંધની નીચે ડાયવર્ઝનવાળા રસ્તા ઉપર ખાડો વાહન ચાલકો માટે જોખમી

ગોધરા શહેરમાં ઓવરબ્રિજ ના નિર્માણ કાર્યમાં ટ્રાફિક વ્યવસ્થાઓ સરળ અને સલામત રહે આ માટે 24 કલાક વાહન વ્યવહારો થી ધમધમતા ચર્ચ સર્કલ પાસે દાહોદ તરફથી આવતા વાહન ચાલકો માટે નીચેના રોડ ઉપર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ત્યારે આ ડાયવર્ઝનના રોડ વચ્ચોવચ એક ભુવા જેવો ખાડો પડી જતા વાહન ચાલકો માટે ગમે ત્યારે જીવલેણ સાબિત થશે ની દહેશતો ઊભી થવા પામી છે. સાથો સાથ ગત ચોમાસામાં ગરનાળા ઉપર આવેલ પ્રોટેક્શન દિવાલ ધરાસયી થયા બાદ પ્રોટેક્શન વોલ તો બનાવવામાં આવી હતી, પરંતુ દિવાલને અડીને ગટરના પાણીના નિકાલ માટે મૂકવામાં આવેલ પાઇપનો દેખાતા આ ખુલ્લો ખાડો ડાયવર્ઝન રોડ ને અડીને આવેલ હોય આ સ્થળ પણ વાહનચાલકો માટે જોખમી દેખાઈ રહ્યું છે.

દાહોદ રોડ ઉપર થી બી વી ગાંધી પેટ્રોલ પંપ પર થી ચર્ચ સર્કલ સુધી એક તરફનો માર્ગ બંધ કરીને નીચે આવેલ રસ્તા ઉપર વાહન ચાલકો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ ડાયવર્ઝન ના જાહેર માર્ગ ઉપર વચ્ચોવચ ભુવા જેવો મોટો ખાડો પડી જતા કોઈક વાહન ચાલક અકસ્માતનો ભોગ બને આ પહેલા વહેલી તકે આ ખાડો પુરવાની કામગીરીઓ હાથ ધરવામાં આવે તે માટે માંગ ઊઠવા પામી છે