દાહોદ કૃષિ ફોર્મની પાછળ 32 વર્ષીય યુવાને અગમ્ય કારણોથી પેટ્રોલ છાંટી સળગી આપધાત કરતાં ચકચાર

દાહોદ, દાહોદ શહેરના કૃષિ ફોર્મની પાછળ ખુલ્લી જગ્યામાં 32 વર્ષીય યુવકએ પોતાના પરજ અગમ્યકારણોસર પેટ્રોલ છાટી આપઘાત કરતાં પંથકમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે. સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યાનું જાણવા મળે છે.

તા. 15મી માર્ચને શુક્રવાર રોજ દાહોદ શહેરના હજારીયા ફળીયામાં રહેતા પંચમભાઈ યાદવના 32 વર્ષીય પુત્ર જયેશભાઈ કુમારએ અગમ્ય કારણોસર પોતાના પર પેટ્રોલ છાટી આપઘાત કરી લેતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. બપોરના 03.25 કલાકની આસપાસ જયેશભાઈ કઈ કામ અર્થે નીકળ્યા ત્યાર બાદ 4 કલાકની આસપાસ પરિવાર જનોને ખબર પડતા કે જયેશભાઈએ મુવાલિયાના કૃષિ ફોર્મની પાછળ ખુલ્લી જગ્યામાં પોતાના પર પેટ્રોલ છાટી આપઘાત કર્યો છે જેવી જાણ થતાજ પરિવારજનો ઘટના સ્થળે દોડી આવી મૃત હાલતના પડેલ પોતાના પુત્રને જોઈ શોકનું મોજું ફરી વડ્યું હતું. હાલ 32 વર્ષીય યુવકએ પોતાના શરીર પર પેટ્રોલ છાટી આપઘાત કર્યાની જાણ દાહોદ એ ડિવિઝન પોલીસને તથા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી પુછપરછ કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.