રાજકોટ,\ રાજકોટમાં એક ફાર્મ હાઉસ પર સ્ટેટ મોનિટરીંગ સેલે (એસએમસી) દરોડો પાડીને ૧૩ લાખ રૂપિયાના દારૂ સાથે ૧૫,૫૧,૨૮૫ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે ચાર આરોપી ફરાર થઈ જતા પોલીસે તેમની શોધ હાથ ધરી છે.
એસએમસીના અધિકારીઓને માહિતી મળી હતી કે રાજકોટ ગ્રામ્યના ખજુરડી ગામની સીમમાં આવેલા એક ફાર્મ હાઉસમાં દારૂનો મોટો જથ્થો રાખવામાં આવ્યો છે. જેને આધારે પોલીસે દરોડો પાડતા અહીંથી પોલીસે ૧૩ લાખનો દારૂ અને એક વાહન મળીને કુલ રૂ. ૧૫,૫૧,૨૮૫ નો મુદ્દ્માલ કબજે કર્યો હતો.
આ કેસમાં પોલીસે ચાર ફરાર આરોપીઓની શોધ હાથ ધરી છે. જેમાં રાજકોટના બુટલેગર ચંપક ઉર્ફે ડીંગો પી. પટેલ, ટાટા પીકઅપ વાનનો ડ્રાઈવર, દારૂનો જથ્થો મંગાવનાર તથા ફાર્મ હાઉસ પરથી ભાગી જનારા અજાણ્યા શખ્સનો સમાવેશ થાય છે. આ અંગે વધુ તપાસ પડધરી પોલીસ ચલાવી રહી છે.