નવીદિલ્હી, કેન્દ્ર સરકારે ફરી એકવાર ડિજિટલ સ્ટ્રાઈક શરૂ કરી છે અને ૧૮ ઓટીટી એપ્સ, ૧૯ વેબસાઇટ્સ, ૧૦ એપ્સ સહિત ૫૭ સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. સૂચના અને પ્રસારણ મંત્રાલયે આ પ્લેટફોર્મ્સને ઘણી વખત ચેતવણી આપી હતી. આ પ્લેટફોર્મ વારંવાર આઈટી એક્ટના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા હતા.
સૂચના અને પ્રસારણ મંત્રાલયે કહ્યું કે આ ઓટીટી પ્લેટફોર્મ પર અશ્લીલ સામગ્રી બતાવવામાં આવી રહી છે. આ એપ્સને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી હટાવી દેવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ ૧૮ ઓટીટી પ્લેટફોર્મને ગંદી સામગ્રી દૂર કરવા માટે ઘણી ચેતવણીઓ આપી હતી.જે ૧૮ ઓટીટી એપ્સને દૂર કરવામાં આવી છે તેમાં ડ્રીમ્સ ફિલ્મ્સ, વૂવી, યસમા, અનકટ અડ્ડા, ટ્રાઇલિક્સ વગેરેનો સમાવેશ થાય છે