લખનૌ, યુપી વિધાન પરિષદની ૧૩ બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં તમામ ૧૩ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા. રિટનગ ઓફિસર બ્રિજ ભૂષણ દુબેએ જાહેરાત કરી હતી કે ગુરુવારે બપોરે ૩ વાગ્યે નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ સમાપ્ત થયા પછી તમામ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા.
ભાજપના ડૉ.મહેન્દ્ર સિંહ, વિજય બહાદુર પાઠક, અશોક કટારિયા, મોહિત બેનીવાલ, સંતોષ સિંહ, ધર્મેન્દ્ર સિંહ અને રામતીરથ સિંઘલ વિધાન પરિષદમાં બિનહરીફ ચૂંટાયા છે. અપના દળ એસકેના કાર્યકારી પ્રમુખ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી આશિષ પટેલ, આરએલડીના યોગેશ ચૌધરી અને સુભાસપના બિછેલાલ રામજી પણ બિનહરીફ ચૂંટાયા હતા. ડો.મહેન્દ્રસિંહ ત્રીજી વખત, પાઠક, કટારીયા અને આશિષ બીજી વખત સભ્ય તરીકે ચૂંટાયા છે. શાહઆલમ ઉર્ફે ગુડ્ડુ જમાલી, બલરામ યાદવ અને કિરણપાલ કશ્યપ સપામાંથી ચૂંટાયા છે. ચૂંટણી અધિકારી દુબેએ નવા ચૂંટાયેલા સભ્યોને તેમના પ્રમાણપત્રો અર્પણ કર્યા હતા. નવા ચૂંટાયેલા સભ્યોનો કાર્યકાળ ૬ મેથી અમલી બનશે અને ૫ મે ૩૦ સુધી ચાલશે.
કોંગ્રેસ બાદ હવે વિધાન પરિષદમાં બસપાની સદસ્યતા પણ શૂન્ય થઈ જશે. બસપાના એકમાત્ર સભ્ય ડો.ભીમરાવ આંબેડકરનો કાર્યકાળ ૫ મેના રોજ સમાપ્ત થશે.૬ મેના રોજ વિધાન પરિષદમાં ભાજપના સભ્યોની સંખ્યા ૮૨થી ઘટીને ૭૯ થઈ જશે. સપાના સભ્યોની સંખ્યા ૮ થી વધીને ૧૦ થશે.હાલમાં વિધાન પરિષદમાં સભ્યોની બે જગ્યાઓ ખાલી છે. સપાના સભ્ય સ્વામી પ્રસાદ મૌર્યના રાજીનામા બાદ એક પદ ખાલી થયું છે.