- મહીસાગર જીલ્લાના ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ તા.12/03/2024 થી તા. 11/05/2024 સુધી ખુલ્લું મુકવામાં આવેલ છે
મહીસાગર,મહીસાગર જીલ્લાના ખેડૂતો માટે 2024-25 માં બાગાયત ખાતાની વિવિધ યોજનાઓના લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ તા.12/03/2024 થી તા. 11/05/2024 સુધી ખુલ્લું મુકવામાં આવેલ છે. જેમાં બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે બાગાયતી ખેડુતોને સહાય આપવાના કાર્યક્રમ જેવા કે, શાકભાજી હાઇબ્રીડ બિયારણ, પ્લાસ્ટીક આવરણ (મલ્ચીંગ), ટ્રેક્ટર (20 ઙઝઘ ઇંઙ સુધી), પપૈયા, ટ્રેક્ટર માઉન્ટેડ ઓપરેટેડ સ્પ્રેયર, છુટા ફુલ પાકોમાં સહાય, ફળપાકોના વાવેતર, પ્લગ નર્સરી, બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતર વગેરે જેવા 105 ઘટકમાં લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવેલ છે.
મહીસાગર જીલ્લામાં બાગાયત ખાતાની યોજનાઓનો લાભ લેવા માંગતા ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર (website : www.ikhedut.gujarat.gov.in) ગામના ઇ ગ્રામ સેન્ટર કે કોઇ ખાનગી ઇન્ટરનેટ ઉપરથી 7/12, 8-અ ની નકલ, આધાર કાર્ડની નકલ અને બેંક ખાતાની વિગત સાથે લઇ જઇને લાભ લેવા સમયસર અરજી કરવી. અરજી કર્યા બાદ અરજીની કોપી અને ઉપર જણાવેલ જરૂરી સાધનીક કાગળો દિન-7માં નાયબ બાગાયત નિયામકની કચેરી, બ્લોક નંબર-14, પહેલો માળ, સરદાર પટેલ વિદ્યાલયની બાજુમાં, ચાર કોશિયા નાકા,મોડાસા રોડ,લુણાવાડા, જી. મહીસાગર (ફોન.નં. 02674-250425) કચેરીમાં અચુક જમા કરાવવા આથી જણાવવામાં આવે છે.