સંતરામપુર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ સાહિત્યકારની શુભેચ્છા મુલાકાત લીધી

સંતરામપુર, સંતરામપુર તાલુકાના નવનિયુક્ત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને ગુજરાતી સાહિત્યકાર અર્જુનસિંહ પારગીની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી. જેમાં તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ સંતરામપુર જીલ્લા અધ્યક્ષ લક્ષ્મણભાઈ પટેલીયા, તાલુકા અધ્યક્ષ નીતિનભાઈ પટેલ, મહામંત્રી લક્ષ્મણભાઈ પગી, રાજ્ય કારોબારી સભ્ય જેસીંગભાઇ ડામોર, ઉપાધ્યક્ષ જીવાભાઇ ડામોર સૌ સંગઠનના હોદ્દેદારોએ શુભેચ્છા મુલાકાત કરી. જેમાં શિક્ષણના પડતર પ્રશ્ર્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. જેમાં પડતર કામોને ઝડપથી નિકાલ લાવવાની ખાતરી આપી હતી. તમામ સંગઠનના કાર્યકર્તાઓ પારદર્શક વહીવટમાં સાથ અને સહકાર આપશે તો તાલુકામાં શિક્ષણ તેમજ વહીવટી તમામ પ્રશ્ર્નોનો સુવ્યવસ્થિત સુચારૂં ઉકેલ સૌના સહીયારા સાથ સાથે નિકાલ લાવવાની ખાત્રી આપી હતી.