- પસંદગી નંબર મેળવવા ઇચ્છુક વાહન માલિકો https://parivahan.gov.in/parivahan પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી ઓકશનમાં ભાગ લઈ શકશે
- ટુ વ્હીલર જીજે.07.ઈક્યુ, ફોર વ્હીલર સીરીઝ જીજે.07.ડીજી, થ્રી વ્હીલર જીજે.07.એયુ, ટ્રાન્સપોર્ટ જીજે.07. ટીયુ, ક્ધસ્ટ્રકશન ઇક્યુપ્મેન્ટ જી.જે.07. સીડી નું ઓનલાઈન રીઓક્શન થશે.
નડિયાદ, પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, નડીયાદ (ખેડા) દ્વારા તમામ મોટર વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, રીઓક્શન ટુ વ્હીલર જી.જે.07.ઈ.ક્યુ, ફોર વ્હીલર જી.જે.07.ડીજી તથા થ્રી વ્હીલર જી.જે.07.એયુ. અને ટ્રાન્સપોર્ટ જી.જે.07. ટીયુ અન્ય વ્હીકલ (ક્ધસ્ટ્રકશન ઇક્યુપ્મેન્ટ) જી.જે.07. સીડી તા.13-03-2024 થી શરૂ કરવામાં આવનાર હોઈ પસંદગી નંબર મેળવવા ઇચ્છુક વાહન માલિકો તેમના વાહનનું રજીસ્ટ્રેશન કરી online,https://parivahan.gov.in/parivahan/‘f online રજીસ્ટ્રેશન કરી ઓકશનમાં ભાગ લઈ શકશે.
જે માટે અરજદારોએ નીચે દર્શાવેલ પ્રક્રિયા તેમજ સૂચના મુજબ કામગીરી કરવાની રહેશે. અરજદારોએ parivahan.gov.in વેબસાઇટ પર જવુ. વેબસાઇટ માં દર્શાવેલા ઓનલાઇન સર્વિસ પર ક્લિક કરવું. ત્યારબાદ રફક્ષભુ ક્ષીળબયિ બજ્ઞજ્ઞસશક્ષલ પર ક્લિક કરવું. જેમાં પબ્લિક યુઝર પસંદ કરી આઈ.ડી. બનાવવું. આઈ.ડી.બનાવ્યા બાદ સી.એન.એ ફોર્મ ઓનલાઈન ભરવું. પસંદગીનો નંબર સિલેકટેડ કરી દર્શાવેલી ઓછાંમાં ઓછી ફી ભરી દેવી. ઓનલાઇન ફી ભર્યા બાદ બિડિંગ એટલેકે હરાજીમાં ભાગ લેવો. હરાજીમાં નંબર મેળવ્યા બાદ 5 દિવસમાં હરાજીની બાકીની રકમ ભરવી. હરાજીની રકમ ભર્યા બાદ આર.ટી.ઓ માથી એપ્રૂઅલ લઈ નંબર લઈ લેવો. વાહન ખરીદીના સાત દિવસમાં અરજદારે સી.એન.એ ફોર્મ ભરવાનું રહેશે. ટુ વ્હીલર જી.જે.07.ઈ.ક્યુ, ફોર વ્હીલર સીરીઝ જી.જે.07.ડીજી, થ્રી વ્હીલર જી.જે.07.એયુ, ટ્રાન્સપોર્ટ જી.જે.07. ટીયુ, ક્ધસ્ટ્રકશન ઇક્યુપ્મેન્ટ જી.જે.07. સીડી નુ ઓનલાઈન રીઓક્શન થશે.
રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો સમયગાળો તા.20-03-2024, બપોરે 04:00 કલાક થી તા. 22-03-2024 ને 03:59:59 કલાક સુધી અને ઓક્શન પ્રક્રિયાનો સમયગાળો તા. 22-03-2024, બપોરે 04:00 કલાક થી 24-03-2024, બપોર 04:00 કલાક મુજબ રહેશે.
વાહનની વેચાણ તારીખ અને વીમા તારીખ તે બે માંથી જે વહેલુ હોય તે તારીખથી 7 દિવસ ની અંદર સી.એન.એ. ફોર્મ ઓનલાઇન કરેલ હોવું ફરજીયાત છે. તે અરજદારો પસંદગીના નંબર માટે 60 દિવસ સુધી ઈ-ઓકશનમાં ભાગ લેવા અરજી કરી શકશે. સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે. ઉપરોકત પધ્ધતિની સંબંધકર્તા વાહન માલિકોએ નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, નડિયાદ દ્વારા જણાવવામાં આવ્યુ છે.