ગોધરા, આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય મહિલાઓને તેમના વિચારો અને તેમનાં પડકારો ને અવાજ આપવા માટે સશક્ત કરવાનો હતો. ન્યાય સમિતિના સભ્યોએ સમાન તકો વિશે જાગૃતિ લાવવા માટે મહિલા અધિકારો પર રોલ પ્લે કર્યો હતો. ન્યાય સમિતિના સભ્ય ગીતા બેનએ વાર્ષિક ખર્ચ, સમિતિનં ભંડોળ, અને સમિતિમાં નોંધાયેલ કેસ વિષે માહિતી આપી હતી.
સરકાર ના વિવિધ વિભાગોના અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા અને તેમના જ્ઞાન અને અનુભવોથી બહેનોમાં ઉત્સાહ જગાડ્યો હતો.
પોલીસ ઈન્સ્પેક્ટર મિસ જે.એન. સોલંકી એ (મહીસાગર) મહિલાઓ ને પોતાના અધિકારો અને હિંસાનો સામનો કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બિહોલાએ POCSO એક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી તેને લગતી માહિતી આપી તથા મહિલાઓને કાનૂની સહાય મેળવવા માટે પ્રોત્સાહિત કરીને મફત કાનૂની સહાય અંગે ચર્ચા કરી.
મહિસાગર જિલ્લાના મહિલા અને બાળ સુરક્ષા અધિકારી જીજ્ઞેશે બાળ લગ્નના મુદ્દાને સંબોધિત કરી અને મહિલાઓને 1098 ચાઇલ્ડ લાઇન હેલ્પલાઇન દ્વારા કેસની જાણ કરવા વિનંતી કરી.
સખી વન સ્ટોપ સેન્ટર, લુણાવાડાના સોનમ બેને સહાયક સેવાઓ અને વિધવા પુનર્લગ્ન યોજના વિશે માહિતી પ્રદાન કરી.
પોલીસ-આધારિત સહાયતા કેન્દ્રના રીટા બેને સામાજિક સુધારણા માટે સરકાર સાથે સહયોગને પ્રોત્સાહન આપ્યું.
ઉત્થાનની ટીમ થતાં સંગઠનના બહેનો દ્વારા મહિલાઓને જમીન માલિકીના અધિકારો વિશે શિક્ષિત કરવા અને તેમને જમીન માલિકીમાં પોતાનો અધિકાર અપાવવા મહિલા સ્વભૂમિ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું.
પ્રશ્નોત્તર સત્રે ઉપસ્થિતોને તેઓને ફિલ્ડમાં જે સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેના પર માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું.