મુંબઇ, આઇસીસીએ ટેસ્ટ બોલરની રેન્કિંગ જાહેર કરી છે. જેમાં એક મોટો ફેરફાર થયો છે. અશ્વિન હવે ટેસ્ટમાં દુનિયાનો નંબર વન બોલર બની ગયો છે. આ મામલે તેમણે જસપ્રીત બુમરાહને પણ પાછળ છોડી દીધો છે.
સરળ શબ્દોમાં કહીએ તો રવિચંદ્રન અશ્વિને જસપ્રીત બુમરાહ પાસેથી નંબર વનનો તાજ છીનવી લીધો છે. અશ્વિને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં કરેલા શાનદાર પ્રદર્શનનું આ ઈનામ છે. જ્યાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો હતો.
બીજી બાજુ જસપ્રીત બુમરાહની વાત કરીએ તો તેના સ્થાનને નુક્સાન થયું છે. આ નુક્સાનનું કારણ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં લીધેલો બ્રેક પણ હોય શકે છે. બુમરાહને ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં આરામ આપવામાં આવ્યો હતો. બુમરાહ આરામથી પહેલી સીરિઝમાં રમાયેલી ૩ ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બન્યો છે.
આઈસીસી રેક્ધિંગ ટોપ ૧૦ બોલરની લિસ્ટ જોઈએ તો તેમાં ભારતના ૩ બોલર છે. અશ્વિન અને બુમરાહ સિવાય રવિન્દ્ર જાડેજાનું નામ પણ સામેલ છે. જે ૭૮૮ રેટિંગના અંક સાથે ૭માં નંબર પર છે. ભારતના કુલદીપ યાદવે પણ લાંબી છલાંગ લગાવી છે. આ સાથે બેટ્સમેન રોહિત શર્મા અને યશસ્વી જ્યસ્વાલને પણ ફાયદો થયો છે.
આઈસીસી ટેસ્ટ રેક્ધિંગમાં અશ્વિને ૮૭૦ રેટિંગ પોઈન્ટની સાથે નંબર ૧ બોલર છે. આ સાથે એક સ્થાનની છલાંગ લગાવી છે. જે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝની ૧૦ ઈનિગ્સમાં લીધેલી ૨૬ વિકેટનું પરિણામ છે. અશ્ર્વિન બાદ બોલરની ટેસ્ટ રેક્ધિંગમાં બીજા અને ત્રીજા સ્થાન પર ઓસ્ટ્રેલિયાના જોશ હેઝલવુડ અને ભારતનો જસપ્રીત બુમરાહ છે. આ બંન્ને ૮૪૭ રેટિંગ પોઈન્ટ છે.