એટીએમ તોડતી ગેંગને પકડવામાં ભરૂચ પોલીસને સફળતા,ગેંગના પાંચ સાગરિતો ની ધરપકડ

ભરૂચ, ભરૂચ પોલીસને એટીએમ તોડીને ચોરી કરતાં ગેંગને ઝડપવામાં સફળતા મળી છે. પોલીસે ગેંગનાપ પાંચ સાગરિતોની ધરપકડ કરી છે. આ ગેંગે વાગરા અને દહેજમાં એટીએમ તોડીને ચોરી કરી બૂમરામ મચાવી હતી. આ ગેગ હરિયાણાની મેવાતી ગેંગ હોવાનું ખૂલ્યું છે. પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

તાજેતરમાં ભરૂચ જિલ્લાના વાગરા ખાતે એચડેફસી બેક્ધના એટીએમ મશીનને ગેસ કટરની મદદથી તોડી પાડીને સ્કોપયો ગાડીમાં લઈ ગયા હતા. આરોપીઓ પછી તેને પીસાદ ગામની સીમમાં લઈ ગયા હતા અને ગેસ કટર વડે એટીએમ કાપી તેમાથી ૩.૫૨ લાખની રોકડની ઉઠાંતરી કરી હતી.

આ જ રીતે દહેજના જોલવા ખાતે પણ એટીએમ મશીન તોડવાનો પ્રયત્ન કરવાની ઘટના સામે આવી હતી. એક પછી એક એટીએમ તૂટવાના પગલે પોલીસ ચોંકી ઉઠી હતી. ભરૂચ જિલ્લાના પોલીસ વડા મયૂર ચાવડાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી સહિતની ટીમ તપાસમાં જોડાઈ હતી.

તેઓએ તેમા ૫૦૦ જેટલા સીસીટીવી કેમેરાની ચકાસણી કરી હતી. તપાસ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે વાગરા એટીએમમાં ચોરી અને જોલવામાં એટીએમ તોડવાના પ્રયાસમાં સંડોવાયેલો એક ઇસમ ભરૂચ આવ્યો છે. પોલીસે તેના આધારે ઇરફાન ઉર્ફે રોનકને ઝડપ્યો હતો. તેણે તલસ્પર્શી પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે અંકલેશ્ર્વરની આઇઆઇએફએલ ગોલ્ડની લૂંટમાં પકડાયેલા સલીમ ઉર્ફે મુસાએ ભરૂચના ફાતેમા પાર્ક સોસાયટીમાં ભાડે મકાન રાખી ત્યાં મેવાતી ગેંગના સભ્યોને બોલાવી તેના મારફતે એટીએમની ચોરી કરાવી હતી. તેઓ હાલમાં મયપ્રદેશના ઇન્દોરમાં છૂપાયેલો હોવાનું જણાવતા પોલીસ ઇન્દોર ગઈ હતી.

પોલીસે સલીમ ઉર્ફે મુસો અબ્દુલ ખાન, નદીમ ઉર્ફે કબીર કયુમ ખાન, શ્યામલાલ ઉર્ફે રામુ વર્મા, આમિર શાબીર ઉર્ફે નથ્થુખાનની ધરપકડ કરી હતી. આ સિવાય ગેંગના બીજા સાત સભ્યોને વોન્ટેડ જાહેર કરી તેની શોધ આરંભી છે. પોલીસે ગેંગ પાસેથી સ્કોપયા કાર, કિયા સેલ્ટોન કાર, રોકડ રકમ સહિત ગેસ કટિંગ, પાના એમ કુલ ૨૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.