ઓવૈસીની પાર્ટી બિહાર, મુઝફરપુર અને દરભંગાની ૧૧ સીટો પર ચૂંટણી લડશે.

હૈદરાબાદ, લોક્સભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષોની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. ભાજપ અને કોંગ્રેસ સહિત અનેક પક્ષોએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવાનું શરૂ કરી દીધું છે. દરમિયાન અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઇએમઆઇએમએ પણ બિહારની લોક્સભા સીટો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઓવૈસીની પાર્ટી બિહારની ૧૧ લોક્સભા સીટો પર ચૂંટણી લડવા જઈ રહી છે. આવો જાણીએ કઈ સીટો પર ઓવૈસીની પસંદગી છે.

એઆઇએમઆઇએમના વડા અસદુદ્દીન ઓવૈસીને ૧૧ બેઠકો અંગે પ્રસ્તાવ મોકલ્યો છે. આ બેઠકો કિશનગંજ, કટિહાર, અરરિયા, પૂણયા, કરકટ, ઉજિયારપુર, દરભંગા, મુઝફરપુર, ગયા, બક્સર અને ભાગલપુર છે. તમને જણાવી દઈએ કે આમાંથી ઘણી સીટો બિહારના સીમાંચલ પ્રદેશની છે જ્યાં મુસ્લિમોની મોટી વસ્તી છે.

એઆઇએમઆઇએમ બિહારમાં ૧૧ સીટો પર ચૂંટણી લડશે.એઆઇએમઆઇએમના બિહાર યુનિટે ઓવૈસીને ૧૧ સીટો પર ચૂંટણી લડવા માટે પ્રસ્તાવ મોકલ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અખ્તરુલ ઈમાન કિશનગંજથી અને પાર્ટીના પ્રવક્તા આદિલ હસન કટિહારથી ચૂંટણી લડશે. તમને જણાવી દઈએ કે ઓવૈસીની પાર્ટીએ બિહાર વિધાનસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યું હતું અને ૫ સીટો જીતી હતી. જો કે બાદમાં પાર્ટીના ૪ ધારાસભ્યો આરજેડીમાં જોડાયા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસે આરજેડી પાસેથી બિહારમાં ૧૫ સીટો માંગી છે. જેમાં સાસારામ, પૂણયા, ખગરિયા, નવાદા, ઔરંગાબાદ, કટિહાર, સમસ્તીપુર, કિશનગંજ, મોતિહારી, પશ્ર્ચિમ ચંપારણ, પટના સાહિબ, મુઝફરપુર, બક્સર, મધુબની અને બેગુસરાય જેવી બેઠકોનો સમાવેશ થાય છે. કોંગ્રેસે આરજેડીને આ બેઠકો પર ચૂંટણી લડવા કહ્યું છે.