મોરબી પુલ હોનારતમાં આદિવાસી મજુરોની ધરપકડનો સખ્ત વિરોધ

મોરબી ની પુલ ની ઘટના ને લઈ નવો વળાંક.
મોરબી પુલની ઘટનાને લઇ જે ધરપકડ થઈ હતી. જેમાં દાહોદ જિલ્લાના ત્રણ આદિવાસી મજૂરોની ધરપકડનાં ભાગરૂપે મહીસાગર જિલ્લા કોંગ્રેસ જઝ સેલ દ્વારા વિરોધ અને સંતરામપુર મામલતદારને આવેદન પત્ર આપ્યું. આ આખી ઘટનામાં મોટા માથાની જગ્યા પર નાના કામદાર આદિવાસી સમાજના લોકોને ઋઈંછ માં નામ આવ્યા અને એમની ધરપકડ કરવામાં આવી. જેનો સોશિયલ મીડિયા તેમજ સ્થાનિક આદિવાસી સમાજનો સખત વિરોધ જોેવા મળે છે.