વિરાટ કોહલી ટી ૨૦ ક્રિકેટમાં ઈતિહાસ રચશે, તે ટી ૨૦ ક્રિકેટમાં તેના ૧૨૦૦૦ રન પૂરા કરશે

ચેન્નાઇ, આઇપીએલ ૨૦૨૪ શરૂ થવામાં હવે થોડો સમય બાકી છે. પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને આરસીબી વચ્ચે રમાશે. ચેન્નાઈ સુપર કિંગ્સે પાંચ વખત આઇપીએલ ટ્રોફી જીતી છે. જ્યારે આરસીબી ટીમ એક પણ વખત ટાઈટલ જીતી શકી નથી.સીએસકે સામેની મેચમાં વિરાટ કોહલી માત્ર ૬ રન બનાવીને ઈતિહાસ રચશે.

વિરાટ કોહલીની ગણતરી વિશ્ર્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં થાય છે. જો તે આઇપીએલ ૨૦૨૪ની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ૬ રન બનાવશે તો તે ટી ૨૦ ક્રિકેટમાં તેના ૧૨૦૦૦ રન પૂરા કરશે. તે ટી ૨૦ ક્રિકેટમાં ૧૨૦૦૦ રન બનાવનાર પ્રથમ ભારતીય બનશે. તેના પહેલા કોઈ ભારતીય ટી ૨૦ ક્રિકેટમાં આ કારનામું કરી શક્યું નથી. વિરાટ કોહલીએ અત્યાર સુધી ૩૭૬ ટી૨૦ મેચમાં ૧૧૯૯૪ રન બનાવ્યા છે જેમાં ૮ સદી સામેલ છે. આ સિવાય તેના નામે ૯૧ ફિફ્ટી સામેલ છે. ટી ૨૦ ક્રિકેટમાં ક્રિસ ગેલે સૌથી વધુ રન બનાવ્યા છે. ગેલના નામે ૧૪૫૬૨ રન છે.

જે ખેલાડીએ ટી ૨૦ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવ્યા છે તેમાં ક્રિસ ગેલ- ૧૪૫૬૨ રન,શોએબ મલિક- ૧૩૩૩૮ રન,કિરોન પોલાર્ડ- ૧૨૮૯૯ રન,એલેક્સ હેલ્સ- ૧૨૨૯૫ રન,ડેવિડ વોર્નર- ૧૨૦૬૫ રન,વિરાટ કોહલી- ૧૧૯૯૪ રન,આઇપીએલમાં ૭ સદી ફટકારી વિરાટ કોહલી આઇપીએલમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. જો તે ક્રિઝ પર હાજર હોય તો ફેન્સને મેચ જીતવાની આશા રહે છે. તેણે ઘણી વખત આરસીબી ટીમને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બચાવી છે. કોહલીએ ૨૦૦૮ થી ૨૦૨૩ સુધી આઇપીએલની ૧૬ સીઝન માત્ર આરસીબી ટીમ માટે રમી છે. આવું કરનાર તે પ્રથમ ખેલાડી છે. કોહલીએ આઇપીએલમાં ૭૨૬૩ રન બનાવ્યા છે જેમાં ૭ સદી સામેલ છે.