ઓવર સ્પીડમાં આવતી કારે બાઈકને અડફેટે લેતા મામા અને બે ભાણેજ ના મોત

રાજકોટ, રાજકોટમાં ફરી એકવાર દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, રાજકોટના જસદણ પાસે માર્ગ અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. વિગતો મુજબ જસદણ અને બાખલવડ પાસે ઓવર સ્પીડમાં આવતી એક કારે બાઇકને અડફેટે લીધું હતું. આ દર્દનાક અકસ્માતમાં મામા અને ૨ ભાણેજના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. આ સાથે ઇજાગ્રસ્ત કારચાલકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

ગુજરાતમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન રાજકોટના જસદણ-બાખલવડ પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. વિગતો મુજબ અહીં ઓવર સ્પીડમાં આવતી કારે પસાર થઈ રહેલ બાઈકને જોરદાર ટક્કર મારી અડફેટે લીધું હતું. આ અકસ્માત એટલો બધો ભયાનક હતો કે, બાઇક્સવાર મામા અને ૨ ભાણેજના ઘટના સ્થળે જ કરુણ મોત થયા હતા. આ સાથે કાર ચાલકને પણ ઇજા પહોંચી હોઇ તેને સારવાર અર્થે ખસેડાયો હતો. પ્રાથમિક વિગતો મુજબ મૃતકોના નામ અજય સદાદિયા, કિંજલ ઓળકીયા અને માહી ઓળકીયા હોવાનું સામે આવ્યું છે.