શહેરાના ચાંદણગઢ મંદિર ખાતે તાલુકા ભાજપનું નુતન વર્ષ નિમિત્તે રાખેલ સ્નેહમિલન કાર્યક્રમ વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષની ઉપસ્થિતિમાં યોજાયો

  • સ્નેહ મિલન કાર્યક્રમમાં ભાજપ અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
    શહેરા,
    શહેરા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાંદણગઢ મંદિર ખાતે નુતન વર્ષનું સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ અને ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની ઉપસ્થિતિમાં રાખવામાં આવેલ. કાર્યક્રમમાં પ્રદેશ નિયુક્ત પ્રભારી ભાનુભાઈ માળી અને તાલુકા મંડલ પ્રભારી પરેશભાઈ ચૌહાણ તેમજ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ જીગ્નેશભાઈ પાઠક, જિલ્લા પંચાયત સદસ્ય કિરણસિંહ બારીયા, રયજીભાઈ પરમાર, મણીબેન દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિધાનસભા મત વિસ્તાર માંથી મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સહિત લોકો ઉમટી આવ્યા હતા. જ્યારે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ જણાવ્યું હતું કે,ભારતીય જનતા પાર્ટી જેને ટિકિટ આપી તેજ લડવાના છે. હું કહું તેમ ચાલવાનું નથી. મારી એક ઈચ્છા હતી કે, ઘરે ઘરે નેતા હોવા જોઈએ હવે ઘરે ઘરે નેતા છે અને મને હવે લડવાનો પણ શોખ નથી.
    ભારતીય જનતા પાર્ટીની આ વખતની ચૂંટણીમાં પણ જીતવાની છે. ભાજપનો સ્નેહ મિલન કાર્યક્રમ પૂર્ણ થવાની સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિધાનસભાની ચૂંટણીની જીતવા માટેની રણનીતિ ની તૈયારીઓ શરૂ કરી દીધી હતી.
    બોક્સ…
    શહેરા તાલુકા ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમમાં ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડનો હુંકાર શહેરામાં ભારતીય જનતા પાર્ટીનો 25 વર્ષથી અને 1995 થી પગ મૂકેલો છે. પગ ઉઠાવી શકવાની કોઈના બાપની તાકાત નથી. સ્વયં જાણવજો 5 તારીખ સુધી 6તારીખ પછી હું તમને છુટ્ટી આપીશ. ત્યાં સુધી કોઈ ગાળ બોલે તો ગાળ સાંભળી લેજો. એક ગાલે મારે તો બીજી ગાલ ધરી દેજો, ગાંધીબાપુની જેમ આ વખતની ચૂંટણી મને મને ટિકિટ મળે તો પણ મારા માતાજીનો હુકમ હશે, તો જ હું ચૂંટણી લડીશ જો એનો આદેશ હશે તો દુનિયાની કોઈ તાકાત નથી કે જેઠા ભરવાડને કોઈ રોકી શકશે નહી. એની કુર્પા હોવાથી હું આજે અહી છું.