બનાસકાંઠાથી આબુરોડ પર આજે ગોઝારી ઘટના બની હતી,જેમાં ૪ શ્રમિકો પાઈપલાનનું ખોદકામ કરી રહ્યાં હતા તે દરમિયાન ખાડામાં પડતા બે શ્રમિકોના ઘટના સ્થળે મોત નિપજયાં છે,તો બે શ્રમિકોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયાં છે,ફાયર વિભાગ દ્વારા શ્રમિકોને લઈ રેસ્કયું ઓપરેશન હાથધરવામાં આવ્યું હતું.બે શ્રમિકોની હાલત અત્યંત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર અર્થે અન્ય હોસ્પિટલમાં પણ ખસેડાઈ શકાય છે.
કયારેક ખોદકામ દરમિયાન શ્રમિકો તેમનું પોતાનું યાન રાખતા નથી,તો કયારેક સેફટીના સાધનો પહેર્યા વિનાં જ કામ કરતા હોય છે,આવી જ એક ગોઝારી ઘટના આબુ રોડ પર બની જેમાં પાઈપલાઈનનું કામકાજ ચાલી રહ્યું હતુ,તે દરમિયાન ૪ શ્રમિકો અચાનક નીચે પડતાં દટાયાં હતા,તો તેમાંથી બે શ્રમિકોને પડતાની સાથે જ અંતિમ શ્વાસ લીધા હતા,બે શ્રમિકો અત્યંત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડયાં છે.
ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી,શ્રમિકો કયાંના હતા તેને લઈને તપાસ હાથધરી છે,બે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવ્યાં છે અને પરિવારનો સંપર્ક કરવાની કામગીરી હાથધરી છે.પોલીસે પણ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.