નવી દિલ્હી: સર્વ શિક્ષા અભિયાન હેઠળ કામ કરતી ટીચર્સ તેમની માંગણીઓને લઈને મંગળવારે મોડી રાત સુધી દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના (CM Arvind kejriwal) ઘરની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શન દરમિયાન હાથમાં બેનર લઈને મહિલા શિક્ષકોએ દિલ્હી સરકાર પાસે પોતાના માટે ન્યાયની માંગ કરી હતી. દિલ્હીના સિવિલ લાઇન્સમાં કેજરીવાલના આવાસની બહાર હડતાળ પર બેઠેલી મહિલા શિક્ષકોએ કહ્યું, ‘મહિલા શિક્ષક હોવા છતાં પણ આજે અમને રસ્તા પર ખુલ્લા આકાશ નીચે બેસવું પડે છે જ્યારે કેજરીવાલ અને અહીની શિક્ષા મંત્રી 500 મીટર ના અંતરમાં આરામથી પોતાના રૂમમાં અને મહેલોમાં સૂતા છે.’
મહિલા શિક્ષકોએ કહ્યું કે, ‘ અમને પગાર મળ્યો નથી, છેલ્લા બે વર્ષથી અમે તકલીફો બોગવીને જીવન જીવી રહ્યા છીએ. દિલ્હીના મુખ્યપ્રધાન અને શિક્ષામંત્રી પગાર વગર પોતાનું ઘર ચલાવીને એક વાર જુઓ. અમે લોકો મારવા પર મજબૂર થઈ ગયા છીએ. અમે ભાડાના મકાનમાં રહીએ છીએ અને ભાડું પણ આપી નથી શકતા. હવે ભાડું ભરવાની પણ અમારી હેસિયત નથી. અમારો કોર્ટનો ઓર્ડર પણ આવ્યો કે TGTને PRTમાં કન્વર્ટ ન કરી શકાય પરંતુ હાઇકોર્ટના આદેશોને પણ નહીં માનીને દિલ્હી મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે નિયમોને નજરઅંદાઝ કર્યા’
મહિલા શિક્ષકોએ કહ્યું, ‘દિલ્હીના મુખ્યમંત્રી એટલા સરમુખત્યાર બની ગયા છે કે તેમણે અમને TGTમાંથી પ્રાથમિક શિક્ષક બનાવ્યા છે અને MCDમાં ટ્રાન્સફર કરી દીધા છે, માત્ર એ બતાવવા માટે કે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિક્ષકોની કોઈ કમી નથી અને બધું જ સરળ છે. દેખાવમાં ચાલે છે, જ્યારે વાસ્તવિકતા આ બધાથી વિપરીત છે. એક તરફ, દિલ્હી સરકાર મહિલા સશક્તિકરણની વાતો કરે છે અને આજે મહિલા શિક્ષકોને તેમના હકની કાયદેસરની માંગણીઓ માટે રસ્તાઓ પર અડધી રાત્રે ખુલ્લા આકાશ નીચે ધરણા કરવાની ફરજ પડી છે.
વિરોધ કરી રહેલા શિક્ષકોએ કહ્યું, ‘અમે અમારા ઘર છોડીને રસ્તા પર બેઠા છીએ, તો તમે કલ્પના કરી શકો છો કે અમે કેટલા લાચાર છીએ. હાથ જોડીને, અમે CM અને શિક્ષણ મંત્રીને વિનંતી કરીએ છીએ કે મહેરબાની કરીને અમારી માંગણીઓ સાંભળો અને ચૂંટણીના વાતાવરણમાંથી બહાર અમારા વિશે વિચારો. દિલ્હી સરકારે શિક્ષણ પર પણ થોડું ધ્યાન આપવું જોઈએ અને અમારા વિચારો સાંભળવા જોઈએ. અમે ઈચ્છીએ છીએ કે દિલ્હી સરકાર માત્ર દેખાડો કરવા માટે મહિલા સશક્તિકરણની વાત ન કરે. ઈમાનદારીથી કામ કરો અને અમારી સાથે થઈ રહેલા અન્યાયને રોકો.’