ગોધરા,ગોધરા દરૂણીયા ચોકડી હાઈવે રોડ ઉપર પીકઅપ ગાડીના ચાલકે પોતાનુ વાહન પુરઝડપે હંકારી લાવી સામેથી આવતા હાઈવા સાથે અથડાઈ જતાં પીકઅપ ચાલકના પિતાને તેમજ બે અન્ય વ્યકિતને ઈજાઓ પહોંચાડતા એક વ્યકિતનુ ધટના સ્થળે મોત નીપજયું હતુ.
પ્રાપ્ત માહિતી મુજબ ગોધરા દરૂણિયા ચોકડી હાઈવે રોડ ઉપર પીકઅપ 407 નં.જીજે-6-એવી-8297 ચાલક પ્રદિપભાઈ અરવિંદભાઈ સોલંકીએ પુરઝડપે હંકારી લાવતા હોય અને સામેથી આવતા હાઈવા નં.જીજે-07-ટીયુ-8074ની સાથે ધડાકાભેર અથડાઈ જતાં પીકઅપ ચાલકના પિતા અરવિંદભાઈ ભલાભાઈ સોલંકીને માથા અને શરીરના ભાગે ઈજાઓ થવા પામી હતી. જયારે રમેશ નટવરસિંહ સોલંકી માથાના ભાગે ઈજાઓ થવા પામી હતી. તેમજ વિરાજભાઈ રમેશભાઈ સોલંકીને ગંભીર ઈજાઓ થવાથી ધટના સ્થળે મોત નીપજયું હતુ. આ બાબતે ગોધરા બી-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.