ઘોઘંબા, ઘોઘંબા તાલુકાના ઝાલ ગામે વડ ફળિયામાં રહેતા 23 વર્ષિય મહિલા તેના પતિથી છુટાછેડા બાદ માનસિક તણાવમાં રહેતી હતી. 12 માર્ચના રોજ સાંજના સમયે મહિલા પોતાની 9 માસની બાળકી સાથે કુવામાં આપધાત કરી લેતા આ બાબતે રાજગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ઘોઘંબા તાલુકાના ઝાલ ગામે વડ ફળિયામાં રહેતા ભાવનાબેન ઠાકોરભાઈ રાઠવા(ઉ.વ.23)ના તેના પતિ સાથે છુટાછેડા બાદ પિતાના ધરે પિયરમાં રહેતી અને તણાવમાં રહેતી હતી. તા.12 માર્ચના રોજ સાંજે 4 વાગ્યાના સમયે પોતાની બાળકી વિસનરી (ઉ.વ.9 માસ)સાથે ધરેથી નીકળી હતી. અને રાહુલભાઈ રંગેશભાઈ રાઠવાના ધર આગળ આવેલ કુવામાં 9 માસની બાળકી સાથે પડી આપધાત કરી લીધો હતો. આ બાબતે રાજગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.