લોકસભા સામાન્ય ચૂંટણી-2024: MCMC અંતર્ગત ટીવી ચેનલ મોનિટરિંગ કામગીરીની માહિતી અને માર્ગદર્શન માટેનો તાલીમ વર્ગ યોજાયો

દાહોદ,લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી (MCMC) અંતર્ગત ટીવી ચેનલ મોનિટરિંગ માટે નિમણુક પામેલ કર્મચારીઓનો તાલીમવર્ગ જીલ્લા માહિતી કચેરી દાહોદ ખાતે યોજાયો હતી.

આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે દાહોદ જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ જીલ્લા માહિતી કચેરી દાહોદ ખાતે મીડિયા નોડલ અધિકારી એસ.જે.બળેવીયા દ્વારા કર્મચારીઓને જીલ્લામાં કાર્યરત સ્થાનિક સમાચાર ચેનલોમાં પ્રસારિત થતા પેઈડ ન્યૂઝ, પેઈડ જાહેરાત, આદર્શ આચાર સંહિતા ભંગ કરતાં સમાચારો સહિત સંદર્ભે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે જીલ્લા કક્ષાએ MCMC કમિટી સહિત વિવિધ પ્રકારની કમિટીઓની રચના કરવામાં આવે છે. ખઈખઈ કમિટી સમાચાર માધ્યમોમાં પ્રસિધ્ધ થતાં પેઇડ ન્યુઝ મોનિટરીંગ કરવાની કામગીરી કરે છે. આ તાલીમવર્ગનું સંચાલન એસ.જે.બળેવીયા એ કર્યુ હતું.

આ તાલીમ વર્ગમાં ટીવી ચેનલ મોનિટરિંગ માટે નિમણુક પામેલા કર્મચારીઓ અને દાહોદ જીલ્લા માહિતી કચેરીના અધિકારી-કર્મચારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.