કડાણા અને સંતરામપુર તાલુકા ગ્રામ વિકાસ મંડળો દ્વારા ગ્રામ સંવાદ યોજયો

સંંતરામપુર, કડાણા અને સંતરામપુર તાલુકાની ગ્રામ સંસ્થાઓ અને મંડળો દ્વારા ગ્રામ સંવાદ યોજાયો રોજ મોટીરાઠ, કડાણા ખાતે ગ્રામ સંવાદ યોજાયો હતો. કાર્યક્રમના આયોજક જય ભેડમાતા ગ્રામ વિકાસ મંડળ મોટીરાઠ તથા કડાણા તાલુકાનું મલ્ટી એક્ટર પ્લેટફોર્મ તથા અન્ય 95 ગ્રામ મંડળોના સંયુક્ત ઉપક્રમે ફાઉન્ડેશન ફોર ઇકોલોજીકલ સિક્યુરિટી સંસ્થાના સહયોગથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો.

સંવાદમાં જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર-મહીસાગર, જીલ્લા વિકાસ અધિકારી, પ્રાયોજના વહીવટદાર, તાલુકા વિકાસ અધિકારી કડાણા અને મામલતદાર કડાણા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામ સંવાદ કાર્યક્રમમાં કડાણા તાલુકાના ત્રીસ ગામોનાં સામૂહિક કામોનું આયોજન કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી પ્રાયોજના વહીવટદાર અને તાલુકા વિકાસ અધિકારીને કડાણા તાલુકાના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી.

કુનરિયા(કચ્છ) ગામના બાલિકા પંચાયતના સરપંચ . ભારતીબેન દ્વારા મહિલાઓના શિક્ષણ, આરોગ્ય, મહિલાઓના પ્રશ્ર્નો તથા પંચાયતમાં મહિલાઓની ભાગીદારી અંગે ચર્ચા કરી હતી તથા કુનરિયા(કચ્છ) ગામના ડે.સરપંચ સુરેશભાઈ સાંગા દ્વારા આદર્શ ગ્રામ પંચાયત અંગે વિસ્તુત ચર્ચા કરવામાં આવી. સંવાદમાં સંગઠનનું મહત્વ અને તેનાથી થતા ખેતી અને વનપેદાશના ફાયદા, સામુહિક વન અધિકાર, સજીવખેતી તથા મહિલાઓની સક્રિય ભાગીદારી અંગે જુદા જુદા ગામોના આગેવાનો દ્વારા વાત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં સરકાર તથા અન્ય એનજીઓના મળી કુલ 18 જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. જે સ્ટોલમાં સામૂહિક વન અધિકાર, આદિવાસી સાંસ્કૃતિક સ્ટોલ, જડીબુટ્ટીના સ્ટોલ, અમુલ ઓર્ગેનિકનો સ્ટોલ, ગ્રામ વિકાસ આયોજનના સ્ટોલ, પ્રાકૃતિક ખેતીનો સ્થલ, બાલિકા પંચાયત કુનેરીયા કચ્છ, મિશન મંગલમ સ્ટોલ, આઈ સીડીએસ સ્ટોલ, વોટર ગવર્નન્સ અને અલગ અલગ સરકારી યોજના વિશેની માહિતી સ્ટોલ દ્વારા આપવામાં આવી.