મલેકપુર, આજ રોજ કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી પ્રો. ડો. કુબેરભાઈ ડિંડોરએે લીમડાની મુવાડી ગામ ખાતે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કર્યું.
આ નવીન પંચાયત ઘર ના લોકાર્પણ પ્રસંગે સૌ ગ્રામજનો સાથે સકારાત્મક સંવાદ કર્યો અને તેમના દ્વારા કરાયેલ સન્માન બદલ આભાર વ્યક્ત કર્યો.
આ પ્રસંગે સાથે દાહોદના સાંસદ જશવંતસિંહજી ભાભોર,મહીસાગર જીલ્લા પંચાયતના પ્રમુખ બાબુભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ હરેશભાઈ વળવાઈ, APMC ચેરમેન શાંતિલાલ પટેલ, સરપંચ અને ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા.