ગોધરા, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અમદાવાદ દ્વારા યુથ રેડ ક્રોસ સંસ્થા વિવિધ શાળા અને કોલેજોમાં શરૂ કરાઈ છે અને આવા યુથ રેડક્રોસના સભ્યો માટે શાળા/કોલેજ કક્ષાએ, તાલુકાકક્ષાએ, જીલ્લા કક્ષાએ તેમજ રાજ્ય કક્ષાએ વિવિધ સ્પર્ધાઓ યોજી વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખીલવવામાં આવે છે, તે અંતર્ગત ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગોધરા શાખાના દિપકભાઈ મિસ્ત્રીની સૂચના અનુસાર કોમર્સ કોલેજ ગોધરા ખાતે કોલેજના પ્રિન્સિપાલ પ્રો. (ડો)અરૂણસિંહ સોલંકીની આગેવાનીમાં “માનવસેવા” વિષય પર ચિત્ર સ્પર્ધા યોજાઈ ગઈ. જેમાં 25 વાય આર સી ના સભ્યોએ ભાગ લીધો હતો.
સમગ્ર સ્પર્ધામાં અંતે વિજેતા એક થી પાંચ વિદ્યાર્થીઓના નામ સહિતની તમામ એન્ટ્રીઓ રેડક્રોસ સોસાયટી ગોધરા બ્રાન્ચને મોકલી આપવામાં આવેલ છે. જેમાંથી જીલ્લા કક્ષાની સ્પર્ધા અને ત્યારબાદ રાજ્યકક્ષાની સ્પર્ધામાં વિજેતા ઉમેદવારો જઈ તેમની વચ્ચે સ્પર્ધા યોજાશે.