ગોધરા, પંચમહાલ જીલ્લા ખાણ-ખનિજ વિભાગ દ્વારા ગોધરા તાલુકાના ટીંંબા ગામે નાઈટ પેટ્રોલીંગમાં નિકળ્યા હતા. ત્યારે હિટાચી મશીનથી માટીનુંં ખનન કરવામાં આવી રહ્યું તે સ્થળે રેઈડ કરી હિટાચી મશીન, બે ટ્રક સહિત એક કરોડ રૂપીયાના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપી પાડવામાં આવેલ વાહનો ટીંબા ખાતે સીઝ કરી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પંચ્મહાલ જીલ્લામાં ખનિજ માફિયાઓ દ્વારા રેતી ખનન તેમજ માટી ખનનની ગેરકાયદેસર પ્રવૃતિ વધી છે. ત્યારે ખાણ-ખનિજ વિભાગ દ્વારા પણ અવારનવાર કાર્યવાહી કરીને આવા ખનિજ ચોરી કરતા તત્વો ઉપર કાર્યવાહી કરવામાં આવતી હોવા છતાં ખનિજ માફિયાઓ રાત્રીના અંધારામાં રેતી ખનન તેમજ માટી ખનન કરી વહન કરવામાં આવતુંં હોય છે. પંચમહાલ ખાણ-ખનિજ વિભાગની ટીમ દ્વારા રાત્રીના સમયે નાઈટ પેટ્રોલીંગમાં હતા. ગોધરાના ટીંબા ગામે તરફ હતા ત્યારે ટીંબા ગામમાં હિટાચી મશીન દ્વારા ગેરકાયદેસર મોરમનુંં ખોદકામ કરાઈ રહ્યું છે તેવી બાતમીના આધારે રેઈડ કરવામાંં આવી હતી. રેઈડ દરમિયાન હિટાચી મશીન તેમજ બે ટ્રક મળી એક કરોડ રૂપીયાના વાહનો ઝડપી પાડવામાંં આવ્યા. રેઈડ દરમિયાન ત્રણ ઈસમોને સ્થળ ઉપરથી ઝડપી પાડવામાં આવ્યા હતા. ખાણ-ખનિજ વિભાગે જપ્ત કરેલ વાહનો ટીંબા ખાતે સીઝ કરવામાં આવ્યા હતા અને દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી.