- પંચાયત-માર્ગ અને મકાન વિભાગના અધિકારીને તપાસ કરી ક્ષતિ સુધારવા સુચનો આપ્યા.
ગોધરા, ગોધરા તાલુકાના ભેખડીયા અને ઠાગાવાડા ગામ વચ્ચેથી મેશરી નદી પસાર થતી હોય આ મેશરી નદી ઉપર જીલ્લા પંંચાયત માર્ગ મકાન દ્વારા 3 કરોડ રૂપીયાના પુલની કામગીરી કોન્ટ્રાકટ એજન્સી સોંપવામાં આવી છે અને પુલના નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે પુલની કામગીરીમાં હલ્કીકક્ષાનું મટીરીયલ ઉપયોગ થતો હોવાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો હતો. હલ્કી ગુણવતાની કામગીરીના આક્ષેપને લઈ જીલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીને તપાસ કરતાં કામગીરીમાંં ક્ષતિ જણાઈ આવતાં કોન્ટ્રાકટ એજન્સીને ગુણવત્તા જાળવવા તેમજ ક્ષતિને સુધારવા સુચન કરવામાં આવ્યું છે.
ગોધરા તાલુકાના ભેખડીયા-ઠાગાવાડા ગામ વચ્ચેથી મેશરી નદી પસાર થતી હોય આ મેશરી નદી ઉપર જીલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા 3 કરોડ રૂપીયાના ખર્ચે પુલ બનાવવાની કામગીરી કોન્ટ્રાકટ એજન્સીને સોંપવામાંં આવી છે અને એજન્સી દ્વારા પુલના બાંધકામ નિર્માણ કામગીરી શરૂ કરવામાં આવી છે. તે કામગીરીમાં હલ્કી ગુણવતાના મટીરીયલના ઉ5યોગ કરવામાં આવતો હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. નિર્માણ થતાં પુલ સાઈડોમાં કોઈ શટરીંંગ ન હતું તેમજ વર્ટીબ બાંધેલા ન હતા અને ઓવર લેપીંગ કરેલા હોવાનું ગ્રામજનો દ્વારા રજુઆત કરવામાં આવી હતી. નિર્માણધીન પુલની કામગીરી સામે ગ્રામજનો દ્વારા હલ્કી ગુણવતાના આક્ષેપને લઈ જીલ્લા પંંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં નિર્માણ પામી રહેલા પુલની કામગીરીમાં ક્ષતિ સામે આવતાં કામગીરી કરતી એજન્સીને ક્ષતિ સુધારવા માટે સુચન કરવામાં આવ્યા હતા. પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારી સ્થળ તપાસમાં ક્ષતિ જણાઈ આવવા છતાં માત્ર સુચનો આપી ગુણવત્તાવાળી કામગીરી કરવા જણાવવામાં આવ્યુંં
ગોધરા તાલુકાના ભેખડીયા અને ઠાગાવાડા વચ્ચે મેશરી નદી ઉપર નિર્માણ થઈ રહેલા પુલની કામગીરી કોન્ટ્રાકટ એજન્સીને સોંપવામાં આવી છે. પુલની કામગીરીમાં હલ્કી ગુણવત્તાના મટીરીયલના ઉપયોગ કરવામાં આવતા હતા. પુલની કામગીરીમાં નદી માંથી રેતી ભેગી કરીને બાંધકામમાં ઉપયોગમાં લેવાઈ રહી હતી. પુલનું બાંધકામ યોગ્ય ગુણવત્તાનુંં થાય તે માટે પંચાયત માર્ગ મકાન વિભાગને રજુઆત કરાઈ હતી.
ઠાગાવાડા ગામે મેશરી નદી ઉપર 3 કરોડ રૂપીયાના ખર્ચે પુલનું નિર્માણ કામ એજન્સીને સોંપવામાં આવ્યું છે. ગ્રામજનો દ્વારા હલ્કી ગુણવત્તાના મટીરીયલના ઉપયોગની રજુઆતના પગલે સ્થળ તપાસ કરવામાં આવી હતી અને પુલની કામગીરીમાં ક્ષતિ જણાઈ આવતાં ક્ષતિ સુધારવા માટે મૌખિક સુચના આપવામાં આવી છે. તેમ છતાં ક્ષતિ જણાઈ આવશે તો એજન્સીને નોટીસ આપવામાં આવશે. :- પંચાયત માર્ગ અને મકાન, ઈન્ચાર્જ- કે.એન.રાઠવા.