- વડાપ્રધાનના હસ્તે સામાજિક ઉત્થાન અને રોજગાર આધારિત પી.એમ સૂરજ રાષ્ટ્રીય પોર્ટલનું લોંચિંગ કરવામા આવ્યું.
નડીયાદ,કેન્દ્રીય સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિમાં ઇપ્કોવાલા હોલ નડિયાદ ખાતે વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સામાજિક ઉત્થાન અને રોજગાર આધારીત જન કલ્યાણ (PM SU-RAJ) પોર્ટલ લોન્ચિંગ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે કરવામાં આવ્યુ હતું. આ યોજના થકી પરર જિલ્લાઓના 1 લાખથી વધુ SC, OBC અને સફાઈ કામદારોને લાભ મળશે.સાથોસાથ નમસ્તે યોજના અંતર્ગત સફાઈ કામદારોને આયુષ્યમાન હેલ્થકાર્ડ અને PPE કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણે સફાઇ કામદારોને મુખ્યધારામાં તેઓ કઇ રીતે જોડાઇ વિકસિત ભારત અને વિકસિત ગુજરાતના લક્ષ્યને સાકાર કરવામા મદદ કરી શકે છે. તે અંગે ખ્યાલ આપ્યો હતો. પહેલાના સમયમાં સામાજિક અન્યાય કેટલાક વર્ગના લોકોને થતો હતો. પણ 10 વર્ષોથી ભારતમાં સામાજીક રીતે પાછ્ળ રહી ગયેલા લોકો આજે સ્વમાનભેર જીવન જીવી શકે તે માટે અનેક યોજનાઓ અમલમાં આવી છે. સમય બદલાયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ છેવાડાના માનવ સુધી આ લાભ પહોચી શકે તે અંગે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ અનેક ગામોમાં તમામ વર્ગોને મુખ્યધારા સાથે જોડવાનુ કામ કર્યુ છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સામાજિક ઉત્થાન અને રોજગારને ધ્યાનમા રાખીને પી.એમ સૂરજ રાષ્ટ્રીય પોર્ટલનું લોંચિંગ આજે કર્યુ છે. ત્યારે કેટલાક સમાજો જે આર્થિક રીતે નબળા છે તેમણે ઓછા વ્યાજદરે ઋણ મળશે અને જેથી તે પોતનો નવો વ્યવસાય ચાલુ કરીને આત્મનિર્ભર જીવન જીવી શકશે. સાથોસાથ મંત્રીએ નવી ટેકનોલોજીના માધ્યમથી કેવી રીતે તેનો ઉપયોગ સફાઇમાં તેઓ કરી શકે છે. તે અંગે ખ્યાલ આપ્યો હતો.
આ કાર્યક્રમમાં મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ભાવનગરથી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અમદાવાદથી ગુજરાતના લોકો સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ સાધ્યો હતો.
આ કાર્યક્રમમાં સંચારમંત્રી દેવુસિહ ચૌહાણના હસ્તે લાભાર્થીઓને આયુષ્યમાન ભારત કાર્ડનુ વિતરણ કર્યો હતો. આ કાર્યક્રમમાં માતરના ધારાસભ્ય કલ્પેશભાઇ પરમાર, નડિયાદ નગરપાલિકા પ્રમુખ કિન્નરીબેન શાહ, જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઇ ભહ્મભટ્ટ, ખેડા જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ તેમજ જિલ્લાના અગ્રણીઓ અને મોટી સંખ્યા લોકો જોડાયા હતા.