દાહોદ,દાહોદ જિલ્લામાં આજે ત્રીજા દિવસે ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષામાં ધોરણ 10નું ગણિત અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું અર્થશાસ્ત્રી અને વિજ્ઞાન પ્રવાહનું રસાયણ વિજ્ઞાનનું વિદ્યાર્થીઓએ પ્રશ્નપત્ર આપ્યું હતું. આજે પણ દાહોદ જિલ્લામાં એકપણ ગેરરીતીનો કેસ નોંધાંવવા પામ્યો ન હતો.
ધોરણ 10નું વિજ્ઞાનના ગણિતનું વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. દાહોદ જિલ્લાના ત્રણ કેન્દ્રો જેમાં દાહોદ, લીમખેડા અને ઝાલોદ કેન્દ્રો પણ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં દાહોદ કેન્દ્રમાં કુલ 438 વિદ્યાર્થીઓ પૈકી 437 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી અને 01 વિદ્યાર્થી ગેરહાજર રહ્યો હતો. લીમખેડા કેન્દ્રમાં કુલ 156 વિદ્યાર્થીઓ પૈકી 151 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 05 વિદ્યાર્થી ગેરહાજર રહ્યો હતો અને ઝાલોદ કેન્દ્રમાં કુલ 89 વિદ્યાર્થીઓ પૈકી 87 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 02 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતાં. આમ, ધોરણ 10માં ગણિતના પ્રશ્નપત્રમાં કુલ 683 વિદ્યાર્થીઓ પૈકી 675 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી અને 08 વિદ્યાર્થીઓએ ગેરહાજર રહ્યાં હતાં. ધોરણ 10ની સાથે સાથે આજરોજ ધોરણ 12નું સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પણ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં સામાન્ય પ્રવાહનું અર્થશાસ્ત્રના પ્રશ્નપત્રમાં દાહોદ કેન્દ્રમાં કુલ 4238 વિદ્યાર્થીઓ પૈકી 4162 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 76 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતાં. વિજ્ઞાન પ્રવાહનું રાસાયણ વિજ્ઞાનના પ્રશ્નપત્રમાં દાહોદ કેન્દ્રમાં કુલ 2092 વિદ્યાર્થીઓ પૈકી 2048 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 44 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતાં. આજે પણ એકપણ ગેરરીતીનો કેસ ન નોંધાંતા દાહોદ જિલ્લા શિક્ષણ વિભાગે હાશકારો અનુભવ્યો હતો.