ઝાલોદના ઝાંબુગામે બે વર્ષીય બાળકીને શ્વાને હુમલો કરી માથામાંં બચકા ભરતા સારવાર માટે ઝાયડસમાંં ખસેડાઈ

દાહોદ,દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ઝાંબુ ગામે એક 2 વર્ષની બાળકીને એક શ્વાને અચાનક હુમલો કરતાં બાળખીને કાન અને માથાના ભાગે કરડી ખાતા સારવાર માટે દાહોદના ઝાયડસ હોસ્પિટલ લવાઈ જવામાં આવી હોવાનું જાણવા મળે છે.

તારીખ 13મી માર્ચને બુધવારના રોજ બપોરના બે કલાકના આસપાસ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ઝાંબુ કાપરી ગામના સીમળગુંદા ફળીમાં રહેતા પપ્પુ ભાઈ હઠીલાની બે વર્ષની બાળકી ઘરના આંગણામાં રમી રહી હતી. તે દરમિયાન એક શ્વાન આવી ઘરના આંગણામાં રમી રહેલ 2 વર્ષની પ્રીતિ નામની બાળકી પર શ્વાનએ હુમલો કરી બાળકીના કાન અને માથાના ભાગે કરડી ખાતા બાળકી એ બુમાબુમ કરતા ઘરમાંથી બાડકીની માતા દોડી આવતા શ્વાનને ભગાડી બાળકીને તાતકાલિક 108 ને જાણ કરી બિલવાણી પીએચસી સેન્ટર લઈ જવાઈ હતી. બાળકને માથા અને કાનના ભાગે વધુ ઇજાઓના પગલે 108 મારફતે દાહોદના ઝાયડસ હોસ્પિટલ લવાઈ હતી.