હરિયાણામાં મનોહર લાલ ખટ્ટરના રાજીનામા બાદ નવા સીએમ નાયબ સૈનીએ મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા

  • પૂર્વ ગૃહમંત્રી અનિલ વિજ ગુસ્સામાં બેઠક છોડી ચાલ્યા ગયા,સોગંદવિધિમાં પણ સામેલ થયા નહીં

ચંડીગઢ,હરિયાણામાં મનોહર લાલ ખટ્ટરના રાજીનામા બાદ નવા સીએમ નાયબ સૈનીએ શપથ લીધા હતાં રાજ્યપાલ બંડારુ દત્તારેયે તેમને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. નાયબ સૈની ૨૦૧૪માં પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા. ૨૦૨૩માં તેમણે હરિયાણા ભાજપની કમાન સંભાળી હતી. શપથ લીધા બાદ તેમણે નિવૃત્ત સીએમ મનોહર લાલ ખટ્ટરના ચરણ સ્પર્શ કર્યા અને આશીર્વાદ લીધા. સીએમ બાદ કંવરપાલ ગુર્જરે મંત્રી પદના શપથ લીધા હતાં કંવરલાલ મનોહર લાલ ખટ્ટર સરકારમાં મંત્રી પણ હતા.કંવરપાલ ગુર્જર,ગત ચુંટણીમાં શિક્ષણ મંત્રી હતાં

નાયબ સૈની કેબિનેટનો ત્રીજો ચહેરો મૂળચંદ શર્મા છે, તેમણે પણ મંત્રી તરીકે શપથ લીધા હતાં મૂળચંદ શર્મા પણ ખટ્ટર કેબિનેટનો એક ભાગ હતા અને પરિવહન મંત્રાલય સંભાળતા હતા. તેઓ બલ્લભગઢથી ધારાસભ્ય છે. હવે તે સૈની સરકારમાં પણ મોટી ભૂમિકા નિભાવશે. આ સિવાય રણજીત સિંહે પણ મંત્રી પદના શપથ લીધા છે. તેઓ ખટ્ટર કેબિનેટનો ભાગ પણ રહી ચૂક્યા છે. રાનિયા બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય બનેલા રણજીત સિંહ ચૌટાલાને સરકારનો જાટ ચહેરો માનવામાં આવી રહ્યો છે.રણજીતસિહ ચૌધરી દેવીલાલના પુત્ર છે ઓમપ્રકાશ ચૌટાલાના ભાઇ છે. રણજીત સિંહ ચૌટાલા ગત સરકારમાં વિજળીમંત્રી હતી

જય પ્રકાશ દલાલ પણ નાયબ સૈનીની કેબિનેટમાં સામેલ થયા છે. તેમણે રાજભવનમાં મંત્રી પદના શપથ પણ લીધા. આ પહેલા જય પ્રકાશ ખટ્ટર સરકારમાં મંત્રી પણ રહી ચુક્યા છે. તેઓ લોહારુ સીટના ધારાસભ્ય છે. તેમને ભિવાની જિલ્લાનો પ્રભાવશાળી ચહેરો માનવામાં આવે છે. તેઓ ૨૦૧૪માં ભાજપ સાથે જોડાયેલા હતા. આ ઉપરાંત ડૉ.બનવરી લાલે પણ મંત્રી તરીકે શપથ લીધા છે.તેઓ અગાઉની સરકારમાં સહકાર મંત્રી હતા. તેઓ ગુરુગ્રામની બાવલ સીટથી ધારાસભ્ય છે.

હરિયાણાના નવા સીએમ નાયબ સૈનીનો જન્મ ૨૫ જાન્યુઆરી ૧૯૭૦ના રોજ અંબાલાના મિર્ઝાપુર માજરા ગામમાં સૈની પરિવારમાં થયો હતો. તે બીએ અને એલએલબી છે. સૈની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા છે. સૈની ઓબીસી સમુદાયમાંથી આવે છે. તેમને સંસ્થામાં કામ કરવાનો લાંબો અનુભવ છે.

૨૦૦૨માં તેઓ યુવા મોરચા ભાજપ અંબાલાના જિલ્લા મહામંત્રી બન્યા. આ પછી, વર્ષ ૨૦૦૫ માં, તેઓ યુવા મોરચા ભાજપ અંબાલાના જિલ્લા અયક્ષ હતા. સૈની ૨૦૦૯માં ક્સિાન મોરચા બીજેપી હરિયાણાના પ્રદેશ મહાસચિવ પણ હતા. ૨૦૧૨માં તેઓ અંબાલા ભાજપના જિલ્લા અયક્ષ બન્યા. સૈની આરએસએસના સમયથી મનોહર લાલની નજીક માનવામાં આવે છે. સૂત્રો જણાવે છે કે મુખ્યમંત્રીએ જ તેમને કુરુક્ષેત્રથી ટિકિટ આપવાની હિમાયત કરી હતી.

૨૦૧૪માં સૈની નારાયણગઢ વિધાનસભાથી ચૂંટણી જીત્યા હતા. વર્ષ ૨૦૧૬માં તેમણે હરિયાણા સરકારમાં મંત્રી પદ સંભાળ્યું હતું. ગત લોક્સભા ચૂંટણીમાં તેઓ કુરુક્ષેત્રથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. થોડા સમય પહેલા તેમને ભાજપના પ્રદેશ અયક્ષની જવાબદારી સોંપવામાં આવી હતી.

અગાઉ નાયબ સૈનીને સર્વસંમતિથી ભાજપના ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. સૈની રાજ્યપાલને મળ્યા હતા અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. સૈની ખટ્ટરના નજીકના માનવામાં આવે છે.અગાઉ, મનોહર લાલ ખટ્ટર અને તેમની કેબિનેટમાં સામેલ મંત્રીઓએ મંગળવારે રાજ્યપાલ બંડારુ દત્તાત્રેયને તેમના રાજીનામા સુપરત કર્યા હતા.

બીજીબાજુ પૂર્વ ગૃહમંત્રી અનિલ વિજ ગુસ્સામાં છે અને તેઓ ભાજપની બેઠક છોડીને ચાલ્યા ગયા હતાં તેમને નાયબ સૈનીના નામ સામે વાંધો હતો. વિજ છ વખત ધારાસભ્ય છે, પરંતુ તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા નથી.અનિલ વિજ સોગંદવિધિ સમારંભમાં સામેલ થયા ન હતાં અને પોતે કાર ચલાવીને અંબાલા પોતાના નિવાસસ્થાને પહોંચી ગયા હતાં નિવાસસ્થાને તેઓ પોતાના પત્રૌને રમાડતા નજરે પડયા હતાં કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક લોકો અનિલ વિજને મનાવવા ગયા હતા પરંતુ તે હજુ પણ સંતુષ્ટ નથી. તમને જણાવી દઈએ કે અનિલ વિજની મુખ્યમંત્રી બનવાની મહત્વાકાંક્ષા કોઈનાથી છુપી નથી. જ્યારે મનોહર લાલને બીજી વખત સીએમ બનાવવામાં આવી રહ્યા હતા ત્યારે પણ તેઓ પાર્ટી હાઈકમાન્ડને મળ્યા હતા અને તેમના વિચારો રજૂ કર્યા હતા. અનિલ વિજ મનોહર લાલ સરકારમાં ગૃહમંત્રી હતા. આ સાથે તેમની પાસે અન્ય ઘણા વિભાગો પણ હતા. અનિલ વિજ ભાજપના વરિષ્ઠ નેતા છે. તેઓ છ વખત ધારાસભ્ય છે. હરિયાણામાં ભાજપે માત્ર ચાર બેઠકો જીતી ત્યારે પણ તેઓ ધારાસભ્ય હતા. હુડ્ડા સરકાર દરમિયાન તેઓ બીજેપી વિધાયક દળના નેતા પણ રહી ચુક્યા છે.

લોક્સભા ચૂંટણી પહેલા સીટની વહેંચણીને લઈને રાજ્યમાં સત્તાધારી ભાજપ અને જનનાયક જનતા પાર્ટી (જેજેપી)ના ગઠબંધનમાં તિરાડ ઊભી થવાની અટકળો વચ્ચે આ વિકાસ થયો છે. કેબિનેટમાં ખટ્ટર અને ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલાની આગેવાની હેઠળના જેજેપીના ત્રણ મંત્રીઓ સહિત ૧૪ મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે ભાજપે લોક્સભા ચૂંટણીના થોડા અઠવાડિયા પહેલા આ આશ્ર્ચર્યજનક પગલું ભર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે હરિયાણામાં હતા. તેમણે ગુરુગ્રામમાં એક સરકારી કાર્યક્રમમાં ખટ્ટરની ભરપૂર પ્રશંસા કરી હતી. ત્યારે કોઈને ખ્યાલ નહોતો કે બીજા જ દિવસે ખટ્ટરે રાજીનામું આપવું પડશે. હાલમાં ૯૦ સભ્યોની રાજ્ય વિધાનસભામાં ભાજપ પાસે ૪૧ ધારાસભ્યો છે જ્યારે જેજેપી પાસે ૧૦ ધારાસભ્યો છે. સત્તાધારી ગઠબંધનને સાતમાંથી છ અપક્ષ ધારાસભ્યોનું સમર્થન પણ છે. બહુમત માટે ૪૬ ધારાસભ્યોની જરૂર છે. જેજેપીનું સમર્થન ન હોવા છતાં, ભાજપ આરામદાયક સ્થિતિમાં છે. મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ પાસે ૩૦ ધારાસભ્યો છે અને ઈન્ડિયન નેશનલ લોકદળ અને હરિયાણા લોકહિત પાર્ટી પાસે એક-એક ધારાસભ્ય છે.લોક્સભા ચૂંટણી પહેલા સીટની વહેંચણીને લઈને રાજ્યમાં સત્તાધારી ભાજપ અને જનનાયક જનતા પાર્ટી (જેજેપી)ના ગઠબંધનમાં તિરાડ ઊભી થવાની અટકળો વચ્ચે આ વિકાસ થયો છે. કેબિનેટમાં ખટ્ટર અને ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલાની આગેવાની હેઠળના જેજેપીના ત્રણ મંત્રીઓ સહિત ૧૪ મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

હરિયાણામાં નેતૃત્વ પરિવર્તન અને જેજેપી સાથે ગઠબંધન તોડવા પર મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ તરફથી પ્રતિક્રિયા આવી છે. વિધાનસભામાં વિપક્ષના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું કે ભાજપે પોતાની હાર નૈતિક રીતે સ્વીકારી લીધી છે. લોકોએ કોંગ્રેસની સરકાર બનાવવાનો નિર્ણય લીધો છે.ભૂપેન્દ્ર હુડ્ડાએ કહ્યું કે ભાજપે હરિયાણામાં શાસન કરવાનો નૈતિક અધિકાર ગુમાવ્યો છે. ભાજપ-જેજેપી ગઠબંધન ’ઠગબંધન’ હતું. રાષ્ટ્રપતિ શાસન લાદીને વિધાનસભાની ચૂંટણી કરાવવી જોઈએ.