ભુજ, રાજ્યમાં અવારનવાર હત્યાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે રાજ્યમાં ફરી એક વાર હત્યાની ઘટના બની છે. કચ્છના મોટા રેહા ગામે અનુસુચિત જાતિના વ્યક્તિની હત્યા થતા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ સાથે ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે. લોકોએ કચ્છની એસપી કચેરીએ મૃતદેહ સાથે ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે.
૨૪ કલાક થઈ ગયા હોવા છતાં આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. જેના પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમાજના આગેવાનોએ જી.કે. જનરલ હોસ્પિટલમાં પહોંચી વિરોધ નોંધાવ્યો છે. તેમજ અતુલ મહેશ્ર્વરી નામના વ્યક્તિની છરીના ઘા મારી હત્યા કરાઈ હોવાથી લોકોએ વિરોધ નોંધાવ્યો છે. તેમજ લોકોએ યુવકના મૃતદેહ જોડે રાખીને ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે.