સુરત, સુરત ગ્રામ્ય વિસ્તારમાંથી ફરી એકવાર મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપાયો છે. કોસંબા તેમજ એસઓજી પોલીસે બાતમીના આધારે નેશનલ હાઇ-વેને અડીને આવેલા એક ઇન્ડસ્ટ્રીયલ પાર્કની ખુલ્લી જગ્યામાંથી ૫૦ લાખથી વધુની કિંમતનો ૫૦૦ કિલોથી વધુ જથ્થો ઝડપી પાડી સમગ્ર ગાંજો હેરાફેરીમાં સંડોવાયેલા આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
સુરત ગ્રામ્ય વિસ્તાર હવે ગુનેગારો માટે મોકલું મેદાન સાબિત થઈ રહ્યો છે , અવાર નવાર સુરત ગ્રામ્ય વિસ્તાર માંથી દારૂ ,જુગાર , ગાંજો ઝડપાવવાના કિસ્સા સામાન્ય થઈ ગયા છે. ખાસ સુરત જિલ્લા ના ઔદ્યોગિક અને પરપ્રાંતીય વિસ્તારમાં ગાંજોની હેરાફેરી અને વેંચાણ થતું હોવાની સામે આવતું હોય છે. ત્યારે વધુ એકવાર સુરત જિલ્લા માંથી મોટું ગાંજા હેરાફેરીનું નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યા છે. દ્રશ્યોમાં દેખાતા આ પ્લાસ્ટિકના કોથળાઓમાં કોઈ અનાજ કે રાશન નથી, પરંતુ આ કોથળાઓમાં નશીલો પદાર્થ મળી આવ્યો છે.
કોસંબા તેમજ એસઓજી પોલીસ ને એક મોટી સફળતા મળી છે. કોસંબા નેશનલ હાઇ-વે નંબર ૮ પર આવેલી જનપથ હોટેલ પાછળ આવેલા ઇન્ડસ્ટ્રીયલ પાર્કની ખુલ્લી જગ્યામાં એક થ્રી વહીલ ટેમ્પોમાંથી કોસંબા પોલીસને ૫૦૦ કિલોથી વધુનો ગાંજોના જથ્થો ઝડપી પાડ્યો છે. ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલ એક કોમ્પ્લેક્ષ નજીક ખુલ્લી જગ્યામાં ટેમ્પો પાર્ક કરેલો હતો. પોલીસને બાતમી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
જોકે ટેમ્પો બિન વારસી જણાતા કોસંબા પોલીસ અને એસઓજીની ટીમો આશરે ત્રણ કલાક સુધી વોચ કરીને બેઠી હતી. પરંતુ કોઈ ટેમ્પો લેવા નહીં આવતા આખરે પોલીસે ટેમ્પો અને ગાંજાનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. પોલીસે ટેમ્પોના ચાલક, ટેમ્પોના માલિક તેમજ ગાંજો મોકલનાર અને ગાંજો મંગાવનાર ઈસમોને વોન્ટેડ જાહેર કરી ટેમ્પો તેમજ ગાંજાનો જથ્થો મળી ૫૧ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
ખાસ સુરત ગ્રામ્યમાં ગાંજો જેવા નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણનું ચલણ વધી રહ્યું છે. ત્યારે સુરત જિલ્લા કોસંબા સહિત જિલ્લા પોલીસે ગાંજો હેરાફેરીનું એક મોટું નેટવર્ક ઝડપી પાડ્યું છે. અને આરોપીઓને વોન્ટેડ જાહેર કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.