હૈતીમાં હિંસા અને કટોકટ સ્થિતિ સર્જાતા અમેરિકન દૂતાવાસના કર્મચારીઓને પરત ફરશે

વોશિગ્ટન, આ મહિને, સશસ્ત્ર જૂથે હૈતીની બે સૌથી મોટી જેલોમાં જેલ તોડવાની યોજના બનાવી હતી. જેના કારણે હજારો કેદીઓ જેલમાંથી ભાગી ગયા હતા. સશસ્ત્ર જૂથે આ દરમિયાન પ્રધાનમંત્રી એરિયલ હેનરીના રાજીનામાની પણ માંગ કરી હતી. હૈતીના પીએમ દેશ છોડીને ભાગી ગયા છે અને યુએન સમથત સુરક્ષા દળો દ્વારા હસ્તક્ષેપ માટે આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ વિનંતી કરી રહ્યા છે.

અમેરિકન સાઉથ કમાન્ડે આ વાતની સ્પષ્ટતા કરી છે કે દૂતાવાસના કર્મચારીઓને પરત બોલાવવાનું અભિયાન માત્ર દૂતાવાસની સુરક્ષાને અનુરૂપ ચલાવવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે, દૂતાવાસની અંદર અને બહાર કર્મચારીઓને એરલિટ કરવા દુનિયાભરમાં દૂતાવાસની સુરક્ષા વધારવામાં અમારા માપદંડ અભ્યાસને અનુરૂપ છે અને સૈન્ય વિમાનમાં કોઈપણ હૈતી નાગરિક ન હતો.

સુરક્ષાના કારણોસર યુરોપિયન યુનિયનના પ્રતિનિધિમંડળે પણ હૈતીમાં તેની હાજરી અસ્થાયી ધોરણે ઘટાડી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જર્મની અને યુરોપિયન યુનિયનના દૂતાવાસો પણ પોતાના કર્મચારીઓને અહીંથી કાઢી રહ્યા છે.

કેરેબિયન દેશ હૈતીમાં ગૃહયુદ્ધની હિંસાની આગમાં સ્થિતિ સતત બગડી રહી છે. દેશમાં ફેલાયેલી આ હિંસાને કારણે ૩ લાખ ૬૨ હજાર હૈતી નિવાસીઓએ વિસ્થાપિત થવું પડ્યું છે. સશ જૂથે દેશની રાજધાની પર કબજો કરી લીધો છે. તેઓ રાષ્ટ્રપતિ ભવન સહિત અનેક સરકારી ઈમારતોને નિશાન બનાવી રહ્યા છે. રસ્તાઓ પર ગોળીબાર થઈ રહ્યા છે. સશ જુથ દુકાનો અને ઘરોમાં તોડફોડ કરી રહ્યું છે, સમગ્ર સ્થિતિને જોતાં હૈતીમાં ૭૨ કલાક માટે કટોકટી લગાવી દેવામાં આવી છે.