વિશ્વ ના સૌથી સુંદર શહેરના મ્યુઝિયમમાં હિન્દુ દેવી-દેવતા, ભારતીય મહાપુરૂષોની પ્રતિમા બનાવવામાં આવી

મોસ્કો, સમગ્ર વિશ્વ માં ભારતનું નામ હંમેશા સર્વોપરી લેવામાં આવે છે. આ સાથે, ભારતમાં જન્મેલા અનેક મહાપુરૂષો, સંતો અને સાહિત્યકારો પ્રત્યે વિદેશોમાં ઘણું માન સન્માન પણ જોવા મળી રહ્યું છે. ત્યારે આજે અમે તમને આવા જ એક દેશ વિશે જણાવવા જઈએ છીએ, જ્યાં હિન્દુ ભગવાન જ નહીં પણ અનેક મહાપુરુષોને પણ સ્થાન આપવામાં આવ્યું છે.

રશિયામાં આખી દુનિયાનું સૌથી સુંદર શહેરમાં જેની ગણના થાય છે, તેવા મોસ્કો શહેરમાં ખૂબ જ મોટું મ્યુઝિયમ અને પાર્ક પ્રાઇવેટ કંપની ( એથનોમિર ) દ્વારા બનાવવામાં આવેલ છે. આ પાર્ક અને મ્યુઝિયમમાં ભારત દેશના ભગવાનના અને મહાનુભાવોના સ્ટેચ્યું મૂકવામાં આવ્યા છે.

ગુજરાતમાં રશિયાના સેન્ટર ઓફ સોશિયલ કન્ઝર્વેટિવ પોલિસીના પ્રતિનિધિ દ્વારા જાણકારી આપવામાં આવી છે કે, મ્યુઝિયમ બનાવવામાં આવતા ભારત અને રશિયાનો સંબંધ વધું મજબૂત અને એકબીજા દેશોના સાંસ્કૃતિક અને પુરાણીક વારસો જાણી શકાશે.

આ મ્યુઝિયમમાં હિન્દુ ભગવાનોના સ્ટેચ્યુ આ ઉપરાંત સ્વામી વિવેકાનંદ, ગૌતમ બુદ્ધ, ગાંધીજી અને રવીન્દ્રનાથ ટાગોર, અકબર સહિતના અનેક ભારતીય પ્રસિદ્ધ વ્યક્તિઓના સ્ટેચ્યુ જોવા મળી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, રશિયન લોકોને પણ ભારતીય સંસ્કૃતિ અને કલ્ચરલ ઘણું જ ગમે છે. આ સમગ્ર “એથનોમિર” બનાવવા પાછળ ૫૦૦ મિલિયન ડોલરનો ખર્ચ કરવામાં આવ્યો છે.

તેમણે આ અંગે તે પણ જણાવ્યું હતું કે, આ મ્યુઝિયમમાં ખૂબ જ વધારે સંખ્યામાં રશિયન લોકો મુલાકાત લઈ રહ્યા છે અને ભારતીય સંસ્કૃતિ અને વારસા વિશે જાણકારી મેળવી રહ્યા છે. જોકે, આ ક્ષણ ભારતીય માટે ગર્વની બાબત કહેવાય.

ઉલ્લેખનીય છે કે, ૨૦૦૭ માં રુસલાન બાયરામોવ દ્વારા “સંસ્કૃતિ સંવાદ – વન વર્લ્ડ” ચેરિટેબલ ફાઉન્ડેશનના ભાગ રૂપે બનાવવામાં આવ્યું હતું, જે યુનેસ્કોના આશ્રય હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું.