આઇપીએલની શરૂઆત પહેલા હાર્દિક પંડ્યાએ ગણપતિની પૂજા કરી,માર્ક બાઉચરે નારિયેળ વધેર્યું

મુંબઇ, આઇપીએલ૨૦૨૪ની શરૂઆતના થોડા મહિના પહેલા મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને તેની કેપ્ટનશીપ પદેથી હટાવી દીધો હતો. હાર્દિક પંડ્યાને મુંબઈનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હાદક ૨૦૨૩ના ર્વનડે વર્લ્ડકપમાંથી બહાર હતો અને ત્યારથી તે ક્રિકેટથી દૂર છે.

હવે તે આઇપીએલ ૨૦૨૪માં વાપસી કરવા માટે તૈયાર છે. સોમવારે તે તેની ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં પણ જોડાયો અને તેનું ખાસ સ્વાગત કરવામાં આવ્યું. મુંબઈની ટીમમાં પ્રથમ વખત કેપ્ટન તરીકે પ્રવેશ કર્યો હતો અને સૌ પ્રથમ ભગવાનને પુષ્પ અર્પણ કરી માળા પહેરાવી હતી. ટીમના મુખ્ય કોચ માર્ક બાઉચરે પણ નારિયેળ વધેર્યું હતું.

મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાના આ સ્વાગતનો વીડિયો તેમના ઓફિશિયલ એક્સ હેન્ડલ પર શેર કર્યો છે. મુંબઈ ઈન્ડિયન્સના કેમ્પમાં જે રીતે હાર્દિક પંડ્યાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને મુખ્ય કોચ નારિયેળ ફોડતા જોવા મળ્યા હતા. જે બાદ ફેન્સ ગુસ્સે થઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર ફેન્સની અલગ-અલગ પ્રતિક્રિયાઓ આવવા લાગી હતી. આ પોસ્ટ પર રોહિત શર્માના ફેન્સનો ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.

સૌથી પહેલા તો કેટલાક ફેન્સે આ વીડિયો પર પ્રતિક્રિયા આપી અને તેને ડ્રામા ગણાવ્યો હતો. ઘણા લોકોએ કહ્યું કે આ મુંબઈના ગ્રાફમાં ઘટાડાની શરૂઆત છે. કેટલાક લોકોએ એમ પણ કહ્યું કે ભગવાન આ બંને એટલે કે માર્ક બાઉચર અને હાર્દિક પંડ્યાને ક્યારેય એક સાથે ખુશ ન રાખે. રોહિત શર્માના ફેન્સ આ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા હતા. હાર્દિકના કેટલાક ફેન્સ પણ આ પોસ્ટ પર કોમેન્ટ કરતા જોવા મળ્યા હતા.

મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ૨૪મી માર્ચથી આઇપીએલની સફર શરૂ કરશે. આ મેચમાં હાર્દિક પંડ્યા તેની જૂની ટીમ ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. આ સિવાય ૭ એપ્રિલ સુધી જાહેર કરાયેલા શિડ્યૂલમાં ટીમ માત્ર ચાર મેચ રમશે.

મુંબઈ ઈન્ડિયન્સ વિ. ગુજરાત ટાઇટન્સ, ૨૪ માર્ચ (અમદાવાદ)

મુંબઈ ઈન્ડિયન્સ વિ. સનરાઈઝર્સ હૈદરાબાદ, ૨૭ માર્ચ (હૈદરાબાદ)

મુંબઈ ઈન્ડિયન્સ વિ. રાજસ્થાન રોયલ્સ, ૧ એપ્રિલ (મુંબઈ)

મુંબઈ ઈન્ડિયન્સ વિ. દિલ્હી કેપિટલ્સ, ૭ એપ્રિલ (મુંબઈ)

મુંબઈ ઈન્ડિયન્સની ટીમ

રોહિત શર્મા, ઈશાન કિશન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, ડેવાલ્ડ બ્રેવિસ, ટિમ ડેવિડ, વિષ્ણુ વિનોદ, અર્જુન તેંડુલકર, શમ્સ મુલાની, નેહલ વાઢેરા, જસપ્રિત બુમરાહ, કુમાર કાર્તિકેય , પીયૂષ ચાવલા, આકાશ માધવાલ, જેસન બેહરેનડૉર્ફ, રોમારિયો શેફર્ડ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), ગેરાલ્ડ કોએત્ઝી, દિલશાન મધુશંકા, શ્રેયસ ગોપાલ, નુવાન તુશારા, નમન ધીર, અંશુલ કંબોજ, મોહમ્મદ નબી, શિવાલિક શર્મા.