નવીદિલ્હી, ભારતીય સૈનિકોની પ્રથમ બેચ માલદીવથી પરત આવી છે. આ સૈનિકોની જગ્યાએ ભારતના નાગરિક કર્મચારીઓએ જવાબદારી સંભાળી છે. મુઇઝુએ ૧૦ માર્ચે ભારતીય સૈનિકોની પ્રથમ ટુકડીને પાછી મોકલી દેવાનું નક્કી કયુ હતું. મુઇઝુને ચીન તરફી નેતા માનવામાં આવે છે. માલદીવના અડ્ડત્પમાં તૈનાત ભારતીય સૈનિકોનું પ્રથમ જૂથ ભારત પરત ફયુ છે. આ સૈનિકોએ ભારતના નાગરિક કર્મચારીઓને હેલિકોપ્ટર ઓપરેશન પણ સોંપ્યું છે.
માલદીવ નેશનલ ડિફેન્સ ફોર્સના એક મીડિયા અધિકારીએ કહ્યું કે માલદીવમાં તૈનાત ભારતીય સૈનિકો હવે ભારત પાછા ગયા છે.માલદીવની સરકાર આને ચીન પ્રેમી રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુની જીત તરીકે પ્રમોટ કરી રહી છે. તેમણે ઈન્ડિયા આઉટ અભિયાનની મદદથી માલદીવની રાષ્ટર્રપતિની ચૂંટણી જીતી હતી. મુઇઝુ રાષ્ટર્રપતિ બન્યા ત્યારથી જ ભારતીય સૈનિકો પાછા મોકલી દેવા અંગે આક્રમક હતા. જોકે, બંને દેશો વચ્ચે અનેક રાઉન્ડની વાતચીત બાદ સૈનિકોની જગ્યાએ નાગરિક કર્મચારીઓને તૈનાત કરવા પર સહમતિ બની હતી.
હેલિકોપ્ટર ચલાવવા માટે ભારતીય નાગરિક કર્મચારીઓની પ્રથમ ટીમ ૨૬ ફેબ્રુઆરીના રોજ અડ્ડત્પ પહોંચી હતી. તેણે ભારતીય સૈનિકો પાસેથી હેલિકોપ્ટર ચલાવવાની સંપૂર્ણ જવાબદારી પણ લીધી છે. આ નાગરિક કર્મચારીઓના પ્રથમ જૂથમાં ૨૬ લોકોનો સમાવેશ થાય છે. ભારતનું કહેવું છે કે સક્ષમ ટેકનિકલ કર્મચારીઓ માલદીવમાં તેના એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરનું સંચાલન કરશે.યારે આ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે માલદીવની સરકારે કહ્યું હતું કે તેઓ એ સુનિશ્ર્ચિત કરશે કે કર્મચારીઓમાં માત્ર નાગરિકોનો સમાવેશ થાય છે. ભારત અથવા માલદીવની કોઈપણ સરકારી એજન્સીએ હજુ સુધી નાગરિક ટુકડીના ફોટા કે નામો જાહેર કર્યા નથી
ભારતે માલદીવમાં નવું હેલિકોપ્ટર પણ મોકલ્યું હતું અને સમારકામ માટે અડ્ડત્પમાં તૈનાત જૂના હેલિકોપ્ટરને પરત બોલાવ્યું હતું. નવા હેલિકોપ્ટરને લઈને જહાજ ૨૯ ફેબ્રુઆરીના રોજ અડ્ડત્પ પહોંચ્યું હતું. ભારતે માલદીવને બે હેલિકોપ્ટર, એક ડોનયર એરક્રાટ અને એક ઓફશોર પેટ્રોલિંગ વેસલ ભેટમાં આપ્યું છે. આ જહાજો ભારતીય સૈનિકો દ્રારા સંચાલિત હતા.પરંતુ, મુઇઝુએ તેને માલદીવના સાર્વભૌમત્વ સાથે જોડી દીધું અને ભારતીય સૈનિકો સામે મોટા પાયે અભિયાન ચલાવ્યું. મુઈઝુએ જણાવ્યું હતું કે માલદીવમાં કુલ ૮૯ ભારતીય સૈન્ય કર્મચારીઓ છે. મુઈઝુએ ભારતીય સૈન્ય કર્મચારીઓના પ્રથમ જૂથને માલદીવ છોડવા માટે ૧૦ માર્ચ સુધીનો સમય આપ્યો હતો અને કહ્યું હતું કે ૧૦ મે સુધીમાં તમામ સૈનિકોની બદલી કરવામાં આવશે