ગોધરા,ગોધરા શહેરના કનેલાવ તળાવ માંથી 18 વર્ષીય યુવકનો મૃતદેહ મળ્યો. ગોધરા તાલુકાના મીરાપુર ગામથી સુરત ખાતે મજુરી કરવા માટે ધરેથી બે દિવસ પહેલા નિકળ્યો હતો. યુવાન પુત્રના મોતના પગલે પરિવારજનોમાં માતમ છવાઈ જવા પામ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના મીરાપુર ગામે રહેતા મહેશભાઇ બારીયા ઉ.વ.18 પોતાના ધરેથી બે દિવસ પહેલા સુરત મજુરી કરવા માટે જવા નિકળ્યા બાદ બે દિવસથી યુવકનો સંપર્ક નહિ થતાં પરિવારજનો દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. ત્યારે મંગળવારના રોજ બપોરના સમયે મહેશ બારીયાનો મૃતદેહ ગોધરા કનેલાવ તળાવ માંથી મળી આવ્યો હતો. પરિવારના સભ્યો દ્વારા મહેશ બારીયાના મૃતદેહને દોરડાની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો અને મૃતદેહ ધરે લઈ જવામાં આવ્યો હતો. ધરે થી સુરત જવા નિકળેલ યુવકનું મોતનું કારણ જાણવા મળ્યું નથી.